ઘરેલું હિંસામાં સાસુ-સસરાએ કરેલી અરજી સેસન્સ કોર્ટે રદ કરી

PC: amarujala.com

સુરતના પાર્લે પોઇન્ટ વિસ્તારમાં રહેતી કવિતાના લગ્ન વર્ષ 2006માં થયાં હતા. લગ્નજીવન દરમિયાન સંતાનમાં એક પુત્રી હતી. આ દરમિયાન દહેજ અને લગ્નેત્તર સંબંધો બાબતે સાસરીયાવાળા ત્રાસ આપતાં હતા. આ ઉપરાંત ગર્ભ હતો ત્યારે ગર્ભ પડાવી દેવાની ધમકીઓ પણ આપતા હતા. તેમજ પુત્રીને યેનકેન પ્રકારે હેરાન કરતાં હતા. જેથી કંટાણીને પત્નીએ આખરે પતિ, સાસુ-સસરા વિરુધ ઘરેલું હિંસાની અરજી એડવોકેટ પ્રીતિ જીજ્ઞેશ જોષી મારફતે કરી હતી.

સાસુ-સસરા દ્વારા પોતાનું નામ પક્ષકાર તરીકે કાઢી નાખવા માટે એક અરજી કરી હતી. અને જણાવાયું કે, અમારા પર ખોટા આક્ષેપો કરાયા છે. અને અમારું નામ રદ કરવું. પરતું, સાસુ-સસરાએ કરેલી અરજી સુરતના એડી. સિ.સિ. જજ તથા જયું. મેજી.ફ.ક. દ્વારા રદ કરાઇ હતી. જેથી સાસુ-સસરાએ સુરતના ડિસ્ટ્રિક્ટ એન્ડ સેસન્સ કોર્ટમાં અપીલ દાખલ કરાવી હતી. આ અપીલમાં પત્ની તરફે એડવોકેટ પ્રીતિ જીતજ્ઞેશ જોષીએ રજુઆત કરી હતી. 

સેશન્સ કોર્ટ દ્વારા અપીલના બંન્ને પક્ષકારોની દલીલો સાંભળીને સાસુ-સસરા દ્વારા કરાયેલ અપીલ સેસન્સ કોર્ટે પણ રદ કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp