નર્સ મેઘાને પતિ ઘરે ત્રાસ આપતો અને મેટ્રન ડૉ. સાથે સંબંધ રાખવા દબાણ કરતી

PC: dainikbhaskar.com

નવસારી સિવિલ હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવતી મેઘા આચાર્યના આપઘાત મામલે એક પછી ખુલાસાઓ થઈ રહ્યા છે. ત્યારે હવે પોલીસને અંગ્રેજી ભાષામાં મેઘાએ લખેલી બે પાનાની સ્યૂસાઈડ સાઈડ નોટ મળી આવે છે. ત્યારે પોલીસે આ સમગ્ર મામલે સિવિલ હોસ્પિટલના સર્જન ડૉક્ટર દુબે, મેઘાના પતિ અંકિત અને સાસુ સહિત કુલ મળીને પાંચ લોકો સામે જાતીય સતામણી અને શારિરીક માનસિક ત્રાસ આપવા બાબતેનો ગુનો દાખલ કર્યો છે. પોલીસને મળેલી સ્યૂસાઇડ નોટમાંથી જાણવા મળ્યુ હતું કે, મેઘાને ઘરે પતિ શારીરિક અને માનસિક ત્રાસ આપે છે અને સિવિલ હોસ્પિટલના સર્જન ડૉક્ટર દુબે સંબંધ રાખવા માટે ત્રાસ આપે છે.

સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો નવસારી સિવિલ હોસ્પિટલમાં રહેતી મેઘા કાર્ય 21 ઑક્ટોબરના રોજ મધ રાત્રે પોતાના બેડરૂમમાં આપઘાત કર્યો હતો અને 6 પાનાની સ્યૂસાઈડ નોટ લખી હતી. પહેલા પોતાના રૂમમાં કાળા કલરના પંખા સાથે ઓઢણી બાંધી ગળે ફાંસો ખાવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ પંખો વળી ગયો હોવાના કારણે તે બાજુના રૂમમાં ગઈ હતી અને ત્યાં તેને ગળેફાંસો ખાઈને આપઘાત કર્યો હતો.\

મેઘા આચાર્યએ સ્યૂસાઇડ નોટમાં લખ્યું હતું કે, હું મૃત મળું તો મારા સાસુ અને પતિ પર ઇન્કવાયરી થવી જોઈએ તેમણે મને દહેજ માટે ત્રાસ આપ્યો છે. મારા પતિએ મને શારીરિક અને માનસિક ત્રાસ આપ્યો છે. તેથી મેં ઘર છોડી દીધુ હતું અને અહીં મને તારા ગામીતે માનસિક ત્રાસ આપવાનું શરૂ કર્યુ હતું. તે એવું ઇચ્છતી હતી કે, હું ડૉક્ટર દુબેની શારીરિક સંબંધની માંગ પૂરી કરૂ, તે સતત રિલેશન અંગે ત્રાસ આપતી હતી. જો કે મે ના કહેતા મેટ્રન વનિતાએ ડ્યુટીમાં ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. હું બહુ દબાણમાં હતી જો મને કંઈ થાય તો આ તમામ લોકો જવાબદાર છે.

(મેઘાની માતા)

સમગ્ર મામલે મેઘા આચાર્યની માતાએ જણાવ્યું હતું કે, સિવિલ હોસ્પિટલની મેટ્રન ડૉક્ટર અવિનાશ દુબે સાથે શારીરિક સંબંધ બાંધવા માટે દબાણ કરતી હતી અને ડૉક્ટર દુબે મેઘાને પોતાની ઓફિસમાં બોલાવતો હતો પરંતુ મેઘા જતી ન હતી તેથી ડૉક્ટર અવિનાશ ઘરે આવીને પણ બીભત્સ વર્તન કરતો હતો.

મેઘાની માતાએ વધુમાં જણાવ્યું હતું કે, દુબે અવાર નવાર ઘરે આવી જતો હતો એટલે મેં તેને કહ્યું કે મારા ઘરે આવું ન ચાલે અને તેને મારા ઘરની બહાર કાઢી મૂક્યો હતો. ત્યારથી તે મારી દીકરીને વધારે ત્રાસ આપતો હતો અને પછી મારી દીકરી દરરોજ ઘરે આવીને ખભે માથું મૂકીને રડતી હતી.

(ડૉક્ટર દુબે)

મેઘા આચાર્ય લખેલી સ્યૂસાઇડ નોટ પોલીસને મળી આવતા પોલીસે સમગ્ર મામલે સિવિલ હોસ્પિટલના સર્જન, હોસ્પિટલ મેટ્રન, મેઘાના પતિ અને સાસુની સામે કાર્યવાહી શરૂ કરી હતી. સોમવારે પોલીસે સિવિલ હોસ્પિટલના સર્જન ડૉક્ટર અવિનાશ દુબે, મેઘાની સાસુ જયશ્રી ખંભાતી અને પતિ અંકિતને પુછપરછ અર્થે લઈ ગઈ હતી. આ સમગ્ર મામલે પોલીસે સિવિલ હોસ્પિટલની 2 મેટ્રનની અટકાયત કરી નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp