5 કલાક પહેલા જન્મ આપનારી માતા માસૂમને કચરાપેટીમાં ફેંકીને ફરાર

PC: vnecdn.net

માતાને હંમેશાં વહાલુ હોય છે તેનું બાળક. બાળક પર માતા હંમેશાં હેતની હેલી વરસાવતી હોય છે. કોઇ પણ માતા પોતાના વહાલસોયા બાળકને જાણી જોઇને છોડવા નથી માંગતી. પરંતુ ક્યારેક ગરીબી તો ક્યારેય અન્ય મજબૂરીઓને વશ થઈ માતા પોતાના વહાલસોયા બાળકને તરછોડીને કચરાપેટી કે ગમે ત્યાં મુકીને જતી રહેતી હોય છે. આવી ઘટના ઘણી વખત આપણે જોતા કે સાંભળતા હોઇએ છીએ. આવી જ એક ઘટના બની છે સુરતમાં. ભલભલાના કાળજા કંપાવી નાખે તેવી ઠંડીમાં માતા પોતાની વહાલસોયી દીકરીને કચરાપેટીમાં નાંખીને ફરાર થઇ ગઇ છે. એક કિશોરીએ આ બાળકીને જોઇ, તો તેણે કપડાં પહેરાવ્યા અને પછી 108ને તે અંગે જાણકારી આપી હતી.

પનાસ ગામના AMC ક્વાર્ટરમાં રહેનારી 15 વર્ષીય ધારા રમેશ ગોડસે સવારે નાસ્તો લેવા દુકાને ગઇ હતી. એ દરમિયાન કચરાપેટીમાંથી કોઇકનો રડવાનો અવાજ સંભળાયો હતો. તેથી ધારાએ ત્યાં જઇને જોયું તો નવજાત બાળકી ત્યાં પડી હતી અને તેના ગળામાં પતંગની દોરી ફસાઇ ગઇ હતી. ધારાએ પહેલા બાળકીને ઉઠાવી અને પછી તેના શરીરમાંથી દોરી કાઢી હતી અને પછી તેને કપડાં પહેરાવ્યા હતા. એટલામાં ધારાની ‘માં’ ત્યાં આવી. ધારાના હાથમાં બાળકી જોતા 'માં'એ  પૂછ્યું કે આ બાળક કોનું છે? ત્યારે ધારાએ આખી ઘટના કહી સંભળાવી હતી. ધારાની ‘માં’એ તરત જ 108ને ફોન કરીને બાળકી મળી હોવાની જાણકારી આપી હતી. પછી આ માહિતી પોલીસને મળી હતી. જાણકારી મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને નવજાત બાળકીને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાવી હતી. એક તરફ નવજાતની સિવિલ હોસ્પિટલમાં સારવાર થઇ રહી છે તો બીજી તરફ પોલીસ નવજાત બાળકીની માતાની શોધ કરી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp