સુરતના રીંગરોડ પર આવેલી એક ટેક્સટાઈલ માર્કેટની દુકાનમાં લાગી આગ, જુઓ વીડિયો

સુરતના રીંગરોડ પર આવેલી સિલ્કસિટી ટેક્સટાઇલ માર્કેટમાં આગ લાગવાની ઘટના બનવા પામી હતી. આગ પર કાબુ મેળવવા માટે ફાયરના જવાનોને પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આ આગની ઘટનામાં કોઈને પણ જાનહાનિ થવા પામી નહોતી, પરંતુ દુકાનમાં રહેલો માલસામાન બળીને ખાક થયો ગયો હતો.

એક રિપોર્ટ અનુસાર, સુરતના રીંગરોડ વિસ્તારમાં આવેલી સિલ્કસિટી ટેક્સટાઇલ માર્કેટમાં 14 ઓક્ટોબરના રોજ બપોરના સમયે ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી એક સાડીની દુકાનમાં શોર્ટસર્કીટના કારણે આગ લાગવાની ઘટના બનવા પામી હતી. આગની ઘટનાને પગલે ટેક્સટાઈલ માર્કેટમાં અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. આગની ઘટનાની જાણ થતા ફાયરની 10 જેટલી ગાડીઓ ઘટના સ્થળ પર પહોંચી હતી અને આગ પર કાબુ મેળવવા માટેના પ્રયાસો કર્યા હતા.

સાડીની દુકાનમાં આગ લાગવાના કારણે ધૂમાડાના ગોટેગોટા દૂર-દૂર સુધી જોવા મળ્યાં હતા. બીજી તરફ ધુમાડાના નિકાલ માટે વેન્ટીલેશનની કોઈપણ પ્રકારની વ્યવસ્થા ન હોવાના કારણે ફાયરના જવાનોને ઓક્સિજનના માસ્ક પહેરીને આગ પર કાબુ મેળવ્યો હતો. ટેક્સટાઈલ માર્કેટમાં ધુમાડો કાઢવાની પણ વ્યવસ્થા ફાયરના જવાનોએ કરવી પડી હતી. આ આગની ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી નથી, પરંતુ સાડીની દુકાનમાં રહેલો કાપડનો જથ્થો આગમાં બળીને ખાક થઈ ગયો હતો.

ફાયર વિભાગના અધિકારીએ આ બાબતે માહિતી આપતા જણાવ્યું હતું કે, ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી શોપમાં દુકાનની અંદર એક માળિયું બનાવવામાં આવેલું છે. આ માળિયાની અંદર આગ લાગી હતી. આસપાસની દુકાનમાં કોઈ પણ પ્રકારનું નુકશાન થયું ન હતું અને માત્ર એક જ દુકાનમાં આ આગ લાગી છે અને આ ઘટનામાં કોઈ જાનહાનિ થઇ નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp