દીકરાને શાળાએ મૂકવા જતી માતાને રોજ એક નરાધમ રીક્ષામાં છેડતી કરતો પછી મહિલાએ...

PC: gstatic.com

રાજ્યમાં મહિલાઓ સાથે બળાત્કાર અને છેડતીની ઘટનાઓમાં વધારો થઇ રહ્યો છે પરંતુ ઘણી મહિલાઓ સમાજમાં બદનામ થવાના ડરથી અથવા તો શરમના કારણે છેડતી કરનારાઓનો પ્રતિકાર કરતી નથી પરંતુ મહીલાઓ થોડી પણ હિંમત દાખવીને છેડતી કરનારાઓનો પ્રતિકાર કરે તો તે પોતાનો બચાવ આશાનાથી કરી શકે છે. આ પ્રકારનો કિસ્સો સુરતમાં સામે આવ્યો હતો. એક મહિલાએ થોડી હિંમત દેખાડીને છેડતી કરનારની 100 નંબર પર ફોન કરીને માહિતી આપી તો છેડતી કરનાર ઇસમ મહિલાથી ડરીને ભાગી ગયો હતો.

એક રિપોર્ટ અનુસાર સુરતના પુણા વિસ્તારમાં રહેતી એક મહિલા પોતાના બાળકને યોગોચોક શાળામાં લેવા અને મૂકવા માટે દરરોજ જતી હતી. એક અજાણ્યો ઇસમ મહિલા પર નજર રાખીને તેનો પીછો કરતો હતો અને મહિલા યોગીચોક પાસે આવેલા સાવલિયા સર્કલ પાસેથી જે રીક્ષામાં બેસતી હતી તે રીક્ષામાં મહિલાની બાજુમાં અજાણ્યો વ્યક્તિ બેસીને મહિલાની છેડતી કરતો હતો.

મહિલા શરમના કારણે છેડતી કરનારા ઇસમને કઈ કહેતી નહોતી. મહિલાના પ્રતિકાર ન કરવાના કારણે નરાધમ રોજ મહિલાનો પીછો કરતો હતો અને મહિલા સાથે રીક્ષામાં બેસીને મહિલાની છેડતી કરતો હતો. મહિલાને અજાણ્યા ઇસમથી રોજ હેરાગતી થઇ રહી હતી.

છેડતી કરનાર વ્યક્તિથી બચવા માટે મહિલાએ રીક્ષા બદલવાનું નક્કી કર્યું પરંતુ તે વ્યક્તિ મહિલાની પાછળ પાછળ બીજી રીક્ષામાં પણ જતો હતો અને મહિલાની છેડતી કરતો હતો. એક દિવસ મહિલાએ કંટાળીને થોડી હિંમત દેખાડી પોતાના મોબાઈલમાંથી પોલીસ કંટ્રોલરૂમમાં જાણ કરીને પોલીસને બોલાવી હતી. પોલીસનું નામ પડતાની સાથે છેડતી કરનાર ઇસમ મહિલાથી ડરીને ભાગી ગયો હતો. મહિલાની ફરિયાદના આધારે પોલીસે અજાણ્યા ઇસમ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરીને તેની શોધખોળ શરૂ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp