રાત્રે મહિલાઓના આંતરવસ્ત્રો ચોરીને અલગ પ્રકારનો અવાજ કરનાર ઇસમ પકડાયો

PC: Youtube.com.

સુરતના કનકપુર કનસાડમાં આવેલા હાઉસિંગ બોર્ડમાં અજાણ્યો ઇસમ રાત્રીના સમયે ઘરની બહાર સુકાતા મહિલાઓના આંતરવસ્ત્રોની ચોરી કરીને ઘરનો દરવાજો ખખડાવીને અલગ-અલગ પ્રકારના અવાજ કાઢીને ફરાર થઇ જતો હતો. છેલ્લા દસ દિવસથી સ્થાનિક લોકોને અજાણ્યા ઇસમ દ્વારા આ પ્રકારે હેરાન પરેશાન કરવામાં આવતા હતા. અજાણ્યા ઇસમને પકડવા માટે સ્થાનિક લોકોએ કોર્પોરેટરને સાથે રાખીને રાત્રીના અંધકારમાં વોચ ગોઠવી હતી અને જોવો અજાણ્યો ઇસમ મહિલાના કપડા ચોરવા માટે આવ્યો એટલે લોકોએ તેને પકડીને પોલીસને સોંપી દીધો હતો.

રિપોર્ટ અનુસાર મહેશ નાકપુરકર નામનો 36 વર્ષનો યુવક છેલ્લા દસ દિવસથી હાઉસિંગ બોર્ડમાં રાત્રીના સમયે સુકાતા મહિલાઓના આંતરવસ્ત્રોની ચોરી કરતો હતો અને રાત્રીના અંધકારનો લાભ ઉઠાવીને ઘરનો દરવાજો ખખડાવીને અલગ-અલગ પ્રકારના અવાજ કરીને ભાગી જતો હતો. સ્થાનિક લોકો પણ અજાણ્યા ઇસમની હરકતથી કંટાળી ગયા હતા. તેથી તેમને મંગળવારના રોજ આંતરવસ્ત્રોની ચોરી કરીને અલગ-અલગ પ્રકારના અવાજ કાઢનાર ઇસમને પકડવા માટે સ્થાનિક કોર્પોરેટર કાવ્યા પટેલને સાથે રાત્રીના સમયે વોચ ગોઠવી હતી.

મહેશ પોતાન રૂટીન પ્રમાણે રાત્રીના અંધકારમાં મહીલાના આંતરવસ્ત્રોની ચોરી કરવા માટે આવ્યો એટલે સ્થાનિક લોકોએ તેને રંગે હાથે ઝડપી લીધો હતો અને ત્યારબાદ 100 નંબર પર ફોન કરીને આ બાબતે પોલીસને માહિતી આપી હતી. પોલીસને ફરિયાદ મળતા સચિન પોલીસ ગણતરીના સમયે હાઉસિંગ બોર્ડ પર પહોંચી હતી એટલે સ્થાનિક લોકોએ મહેશને પોલીસને સોંપી દીધો હતો. સ્થાનિક લોકોની ફરિયાદના આધારે પોલીસ મહેશની સામે IPCની કલમ 354 મુજબ ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી શરૂ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp