સુરતમાં દારૂના નશામાં યુવક 70 ફૂટ ઊંચા મોબાઈલ ટાવર પર ચઢી ગયો

PC: Youtube.com

સુરતમાં એક યુવક દારૂના નશામાં મોબાઈલ ટાવર પર ચઢી ગયો હતો. આ સમગ્ર ઘટનાની ફાયર વિભાગને જાણ થતા ફાયરના જવાનો દ્વારા યુવકને મોબાઈલ ટાવર પરથી નીચે ઉતારવામાં આવ્યો હતો. હાઈડ્રોલિક પ્લેટફોર્મની મદદથી યુવકને ટાવર પરથી નીચે ઉતારવામાં ફાયર વિભાગને મોટી સફળતા મળી હતી. બચાવ કામગીરી દરમિયાન યુવક ટાવરથી કુદી જાય તો પણ તેને બચાવવા માટેની તૈયારીઓ ફાયર વિભાગ દ્વારા કરવામાં આવી હતી.

એક રિપોર્ટ અનુસાર 15 ડિસેમ્બરના રોજ સુરતના કતારગામ વિસ્તારમાં આવેલા સિંગણપોર ચાર રસ્તા નજીક આવેલી ઝુપડપટ્ટીમાં રહેતો અને છૂટક મજૂરી કામ કરતો દિનેશ કાના નામનો યુવક દારુના નશામાં સિંગણપોર ચાર રસ્તા નજીક આવેલા 70 ફૂટ ઊંચા મોબાઈલના ટાવરમાં ચઢી ગયો હતો. રસ્તા પરથી પસાર થતા રાહદારીઓની નજર તેના પર જતા લોકોના ટોળા ટાવરની નીચે એકઠા થયા હતા. લોકોએ સમગ્ર ઘટનાની જાણ ફાયર વિભાગને કરતા ફાયરના જવાનો ઘટના સ્થળ પર પહોંચ્યા હતા અને ટાવર પર ચઢી ગયેલા દિનેશને નીચે ઉતારવારના પ્રયત્નો શરૂ કર્યા હતા.

ફાયરના જવાનોએ હાઈડ્રોલિક પ્લેટફોર્મની મદદથી દિનેશને મોબાઈલ ટાવરની નીચે ઉતાર્યો હતો. ફાયરના જવાનોની બચાવ કામગીરી દરમિયાન દિનેશ ટાવર પરથી નીચે કુદી જાત તો તેને બચાવવા માટે નેટની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. યુવકને મોબાઈલના ટાવરથી નીચે ઉતારતા તેની માનસિક સ્થિતિ બરાબર નહોવાનું જાણવા મળ્યું હતું. આ ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી અને દિનેશ કાનાની ધરપકડ કરીને તેને પોલીસ સ્ટેશન લઇ જવામાં આવ્યો હતો. જો કે, ફાયરના જવાનોની બચાવ કામગીરી કરતો વીડિયો કેટલાક લોકોએ મોબાઈલમાં ઉતારીને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp