WhatsApp ચેટ સિક્યોર હોય તો કઈ રીતે મળી રહ્યા છે ડ્રગ્સ સાથે જોડાયેલા ચેટ્સ?

PC: express.co.uk

WhatsApp ચેટ એન્ડ ટુ એન્ડ એન્ક્રિપ્ટેડ હોય છે, તો બોલિવુડ સ્ટાર્સના ડ્રગ્સ સાથે સંકળાયેલા ચેટ્સ લીક કઈ રીતે થઈ રહ્યા છે? આ સવાલ હાલના દિવસોમાં ચર્ચામાં છે. દરમિયાન WhatsAppનું એક સ્ટેટમેન્ટ પણ આવ્યું છે. WhatsAppએ પોતાના સ્ટેટમેન્ટમાં કંઈ એવુ નથી કહ્યું જે નવું હોય. પહેલા પણ કંપની આ વાત કહેતી આવી છે અને કદાચ તમને બધાને પણ ખબર હશે કે WhatsApp ચેટ એન્ડ ટુ એન્ડ એન્ક્રિપ્ટેડ છે. તેમ છતા તમારા માટે એ જાણવું જરૂરી છે કે ડાયરેક્ટ નહીં, પરંતુ ઈનડાયરેક્ટલી WhatsAppના ચેટ્સ કઈ રીતે મેળવવામાં આવે છે.

હાલના સ્ટેટમેન્ટમાં કંપનીના એક પ્રવક્તાએ કહ્યું છે, WhatsApp તમારા મેસેજોને એન્ડ ટુ એન્ડ એન્ક્રિપ્શનથી પ્રોટેક્ટ કરે છે, જેથી તમે અને તમે જેને મેસેજ મોકલી રહ્યા છો એ જ વ્યક્તિ મેસેજને જોઈ શકે, આ ઉપરાંત કોઈપણ મેસેજને એક્સેસ નથી કરી શકતું, WhatsApp પણ નહીં. WhatsApp તરફથી એવું પણ કહેવામાં આવ્યું છે કે, એ યાદ રાખવું જરૂરી છે કે WhatsApp માત્ર ફોન નંબરથી જ સાઈન અપ કરી શકાય છે અને WhatsAppની પાસે તમારા મેસેજના કોન્ટેક્ટ્સનું એક્સેસ નથી હોતું.

WhatsAppના જણાવ્યા અનુસાર, જે ચેટનું ક્લાઉડ સ્ટોરેજ પર બેકઅપ રાખવામાં આવે છે અથવા સેવ કરવામાં આવે છે તે એન્ડ ટુ એન્ડ એન્ક્રિપ્ટેડ નથી હોતું. સામાન્યરીતે યુઝર્સ પોતાના WhatsApp ચેટનું બેકઅપ Google ડ્રાઈવ પર રાખે છે. WhatsAppમાં ચેટના ઓટો બેકઅપનો પણ ઓપ્શન છે, જે અંતર્ગત મેસેજ આપમેળે જ ચેટ્સ ક્લાઉડ પર સ્ટોર થાય છે. જો તમારા WhatsApp ચેટ્સને એક્સેસ ના કરી શકાતું હોય તો આવામાં તે ઈચ્છે તો તમારા જીમેલ આઈડી દ્વારા ગૂગલ ડ્રાઈવમાંથી સરળતાથી તમારી જૂની ચેટ્સ કાઢીને વાંચી શકે છે. કારણ કે અહીં સ્ટોર કરવામાં આવેલી WhatsApp ચેટનું બેકઅપ એન્ડ ટુ એન્ડ એન્ક્રિપ્ટેડ નથી હોતું.

WhatsAppના એન્ક્રિપ્ટેડ ડેટાને એક્સેસ કરવા માટે સિક્યોરિટી અને તપાસ એજન્સીઓ યુઝર્સના ફોનને લઈને તેનું ક્લોનિંગ કરે છે. ક્લોનિંગ બીજા ડિવાઈઝ પર કરવામાં આવે છે. ક્લોનિંગ બાદ એજન્સીઓને મિરર ઈમેજ દ્વારા ડિલીટેડ મેસેજનું એક્સેસ મળે છે. તેને માટે પ્રોફેશનલ ટૂલ્સ યુઝ કરવામાં આવે છે અને તે અલગ ડિવાઈઝ પર કરવામાં આવે છે. ફોનનું ક્લોનિંગ કરી લીધા બાદ તેના દ્વારા એજન્સીઓને ફોનના મેસેજ, ફોટોઝ, કોલ રેર્કોડ્સ અને તેની સાથે ક્લાઉડ એપ્સ પર સ્ટોર કરવામાં આવેલા ડેટાનો પણ એક્સેસ મળી જાય છે. હવે અહીંથી WhatsAppના ચેટ્સ સરળતાથી રિકવર કરી શકાય છે.

આમ એ કહી શકાય કે, WhatsApp પર ચેટિંગ તો એન્ડ ટુ એન્ડ એન્ક્રિપ્ટેડ છે, પરંતુ તેનું બેકઅપ સિક્યોર નથી. જો બેકઅપનું એક્સેસ મળી ગયું તો પછી ચેટ રિકવર થઈ જશે. તપાસ એજન્સીઓ પણ ડાયરેક્ટ WhatsAppમાંથી ચેટ્સ નથી મેળવી રહી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp