શા માટે ફેમસ થઈ રહ્યા છે USB કોન્ડોમ? જાણો આ ખાસિયત

PC: magnesianews.gr/

મોબાઈલ આજના સમયની પ્રાથમિક જરુરિયાત પૈકી એક છે. મોબાઈલની બેટરી ડાઉન થતા જે તે વ્યક્તિનો મૂડ ઓફ થતો જાય છે. તેથી કેટલાક લોકો મોબાઈલની સાથે ચાર્જર અને પાવરબેન્ક સાથે લઈને ફરે છે. એરપોર્ટથી લઈને રેલવે સ્ટેશન સુધી, શોપિંગ સેન્ટરથી લઈને સિનેમા-થિએટર સુધી ચાર્જિગ માટેના પોઈન્ટ આપેલા હોય છે. મોટા ભાગના લોકો જુદી જુદી જગ્યાએ USB પોર્ટ સાથે મોબાઈલને ક્નેક્ટ કરીને ચાર્જિંગ કરતા હોય છે. હવે કોઈ દિવસ એ વિશે વિચાર્યું છે કે, આમ કરવું કેટલી જોખમી સાબિત થઈ શકે છે? કે સેફ છે?

આવું કરવાથી મોટા ભાગના કેસમાં વ્યક્તિની પ્રાયવસી સામે એક જોખમ ઊભું થાય છે. USB કોન્ડોમ મોબાઈલને USB પોર્ટથી સુરક્ષિત રાખવાનું કામ કરે છે. એક નાનકડું ગેઝેટ તમારા મોબાઈલને સાયબર હુમલાથી બચાવી શકે છે. USB કોન્ડોમ ગેઝેટમાં એક ભાગ ડેટા બ્લોકરનું કામ કરે છે. જેનો ઉપયોગ કરીને તમે ટેન્શન વગર ફોનને પબ્લિક પ્લેસમાં USB વગર ચાર્જ કરી શકો છો. USB કોન્ડોમ વાસ્તવિક કોન્ડોમની જેમ લેટેક્સ નથી હોતા. પણ તે ડેટા પ્રાઇવસી આપે છે. ખાસ કરીને તે જુસ જેકિંગથી બચાવે છે.

જુસ જેકિંગ એક પ્રકારનો સાયબર હુમલો છે. જે સાર્વજનિક USB પોર્ટની મદદથી ડેટા સુધી પહોંચે છે. આ માટે તમારા મોબાઈલમાં એક માલવેર ઈન્સ્ટોલ કરી દેવામાં આવે છે. જે તમારા ખાનગી ડેટાને હેક કરી દે છે. પછીથી હેકર્સ સક્રિય થાય છે અને નુકસાન પહોંચાડે છે. માલવેર ઈન્સ્ટોલ થતાં જ તમારો ફોન બ્લોક થઈ જાય છે. ત્યાર બાદ ડેટાની ચોરી થાય છે. USB કોન્ડોમ એક એડપ્ટર જેવું કામ કરે છે. જેમાં એક ઈનપુટ અને આઉટપુટ બંને હોય છે. આ નાનકડું ગેઝેટ મોબાઈલને એક પાવર સપ્લાય આપે છે. પણ ડેટા એક્સચેન્જ અટકાવે છે. સાયબર નિષ્ણાંતો પણ આ ગેઝેટનો ઉપયોગ કરવા માટેની સલાહ આપે છે. જેની કિંમત 5000-1000 રૂપિયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp