લોકડાઉન દરમિયાન TikTok પર વીડિયો બનાવનારા આ વાંચી લો

PC: oberlo.com

TikTok  પર કોરોના વાયરસ વિશે બની રહેલા વિવાદિત વીડિયોઝ વાયરલ થઈ રહ્યા છે. TikTok પર ભારતીય મુસ્લિમોને ગુમરાહ કરનારા વીડિયો અંગે મીડિયામાં સમાચાર આવ્યા બાદ તે અંગે કંપની તરફથી સફાઈ રજૂ કરવામાં આવી છે. TikTokએ એક નિવેદન જાહેર કર્યું છે. TikTokએ નિવેદનમાં કહ્યું છે કે, તે આવા હજારો અકાઉન્ટ્સને બેન કરી રહ્યું છે અને વીડિયોઝને હટાવી રહ્યું છે, જેમાં કોરોના વાયરસને લઈને વિરોધાભાસી વાતો અથવા તેનાથી બચવાની વૈધાનિક સલાહ આપવામાં આવી છે.

TikTokએ કહ્યું છે કે, તેણે આ મામલાઓને પ્રાથમિકતાથી જોવાનું શરૂ કરી દીધુ છે અને આ પ્રકારના કન્ટેન્ટને ગંભીર ચિંતાનો વિષય ગણાવ્યો છે. જોકે, TikTokએ એ વીડિયોઝને સ્પેસિફાય નથી કર્યા, જેમના પર તેઓ એક્શન લઈ રહ્યા છે. જણાવી દઈએ કે, દિલ્હી સ્થિત ડિજિટલ લેબ વોઈઝર ઈન્ફોસેકે આ અઠવાડિયે સર્ક્યુલેટ કરવામાં આવેલી 30000 ક્લિપ્સની તપાસ કરી. તેમાં એક નિશ્ચિત પેટર્ન સામે આવી. આવી ક્લિપ્સની પાછળ ભારતીય સમુદાયને ટાર્ગેટ કરીને ભ્રમ ફેલાવવાની સૂચનાઓ આપવાનો અભિયાન દેખાઈ રહ્યો છે.

વીડિયોઝમાં મુસ્લિંમોના કેરેક્ટરમાં યુવા છોકરાઓ, કિશોરો અને વયસ્કો દેખાઈ રહ્યા છે. જે મુસ્લિમોને સાવધાનીઓ રાખવાથી હતોત્સાહિત કરતા દેખાઈ રહ્યા છે. 17 સેકન્ડના વધુ એક વીડિયો ક્લિપમાં હિન્દી ટેક્સ્ટમાં લખ્યું છે કે, કોરોના વાયરસ મુસ્લિમો પર વાર નહીં કરશે. એક લાઈનમાં પવિત્ર કુરાનનો હવાલો આપવામાં આવ્યો છે. સાથે જ દાવો કરવામાં આવ્યો છે કે, હાથ મિલાવવા અને ગળે મળવાથી બીમારીઓ સારી થઈ જાય છે.

વોઈઝર ઈન્ફોસેકના નિર્દેશક જિતેન જૈન કહે છે કે, અમે ખૂબ જ મહત્ત્વની પેટર્નને પકડી છે, જેમાં દેખાય છે કે દુષ્પ્રચાર માટે TikTokનો ઉપયોગ પ્રમુખ માધ્યમ તરીકે કરવામાં આવતો રહ્યો છે. તેમાં ખોટા અને સંદિગ્ધ રિસર્ચના હવાલાથી કહેવામાં આવે છે કે, કોરોના વાયરસ મુસ્લિમો પર અસર નહીં કરશે. તેમાં એવું પણ કહેવામાં આવે છે કે, ચીન અને ઈટલીમાં એક પણ મુસ્લિમનું મોત નથી થયું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp