લોન્ચ પહેલા આ કારને ક્રેશ ટેસ્ટિંગમાં મળ્યા 5 સ્ટાર, કિંમત 5-6 લાખની વચ્ચે

PC: globalncap.org

આ કાર ભારતીય બજારમાં 22 જાન્યુઆરીના રોજ લોન્ચ થવાની છે. પણ લોન્ચ પહેલા જ આ કારને Global NCAP ક્રેશ ટેસ્ટમાં 5 સ્ટાર મળી ગયા છે. રસપ્રદ વાત તો એ છે કે Global NCAPએ પહેલી વાર એવી કારનું ક્રેશ ટેસ્ટ રિઝલ્ટ બહાર પાડ્યું છે, જે હજુ સુધી વેચાણ માટે ઉપલબ્ધ પણ થઈ નથી.

ટાટાની આ કાર ભારતમાં બનેલી બીજી કાર છે. જેને Global NCAP ક્રેશ ટેસ્ટમાં પૂરા 5 સ્ટાર મળ્યા છે. આ પહેલા ટાટાની જ નેક્સૉનને પણ 5 સ્ટાર રેટિંગ મળી હતી. જે પહેલી મેડ-ઈન-ઈન્ડિયા કાર હતી.

Tata Altroz ભારતમાં બનેલી બીજી કાર છે. જેને Global NCAP ક્રેશ ટેસ્ટમાં 5 સ્ટાર મળી ગયા છે. અલ્ટ્રોઝને અડલ્ટ પેસેન્જર પ્રોટેક્શનમાં 17માંથી 16.13 પોઈન્ટ મળ્યા છે.

ચાઈલ્ડ પ્રોટેક્શનમાં 3 સ્ટારઃ

આ કેટેગરીમાં અલ્ટ્રોઝને 3 સ્ટાર મળ્યા છે. ચાઈલ્ડ પ્રોટેક્શનમાં આ કારનો સ્કોર 49માંથી 29 પોઈન્ટ રહ્યો છે. ક્રેશ ટેસ્ટમાં 1.5 વર્ષના ડમી બાળકની સુરક્ષા થઈ શકી છે. પણ ટેસ્ટમાં 3 વર્ષના ડમી બાળક માટે લગાવવામાં આવેલો સીટ બેલ્ટ ખુલી ગયો. જેને લીધે ડમીનું માથુ અથડાયું.

Tata Altrozના સેફ્ટી ફીચર્સઃ

Tata Altrozમાં ડ્યુઅલ ફ્રંટ એરબેગ્સ, EBDની સાથે ABS, કોર્નર સ્ટેબિલીટિ કન્ટ્રોલ, સીટબેલ્ટ રિમાઈન્ડર, સ્પીડ અલર્ટ સિસ્ટમ અને Isofix ચાઈલ્ડ સીટ એંકરેજ ફીચર પણ દરેક મોડલમાં મળશે.

BS6 એન્જિનઃ

આ કાર, ટાટા મોટર્સના ALFA આર્કિટેક્ચર આધારિત પહેલી કાર છે. જેમાં 86hp પાવરવાળું 1.2 લીટર પેટ્રોલ અને 90hp પાવરવાળુ 1.5 લીટર ડીઝલ એન્જિન મળશે. બંને એન્જિન BS6 માપદંડ આધારિત રહેશે. શરૂઆતમાં બંને એન્જિનની સાથે 5 સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સ મળશે.

કિંમતઃ

Tata Altrozની કિંમત 5-8 લાખ રૂપિયાની વચ્ચે રહેવાની આશા છે. માર્કેટમાં આ કારની ટક્કર મારુતિ બલેનો, હ્યૂંદૈ આઈ20, ટોયોટા ગ્લૈંજા અને હોંડા જૈઝ જેવી કારો સાથે થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp