ભારતીય બજારમાં પહેલીવાર આવ્યું 12 કરોડનું ટેલિવીઝન, જાણો ખાસિયત

PC: gstatic.com

Samsungએ ભારતીય બજારમાં સૌથી મોંઘુ ટીવી ઉતાર્યું છે. Samsungએ માઈક્રો LED ડિસ્પ્લે The Wallની લાંબી રેન્જ રજૂ કરી છે. The Wall Series હેઠળ કંપનીએ ત્રણ સ્ક્રીન સાઈઝ અને રેશિયો સાઈઝનાં ટીવી લોન્ચ કર્યા છે.

સીરિઝનું પહેલું ટીવી 146 ઈંચનું છે. જે 4k HD વાળુ છે. તો બીજુ ટીવી 6k HDની સાથે 219 ઈંચનું છે. અને ત્રીજુ ટીવી 292 ઈંચની સાથે 8k HD વાળુ રહેશે.

ખાસિયતઃ

ડિસ્પ્લે ડેપ્થ 30mmથી ઓછી છે. આ દરેક ટીવી AI પિક્ચર એન્હાસમેન્ટ, હાઈ બ્રાઈટનેસ અને હાઈ કોન્સટ્રાસ્ટની સાથે આવે છે.

વોલ માઈક્રો એલઈડી ડિસ્પ્લે એઆઈ અપસ્કેલિંગ ક્વાંટમ HDR ટેક્નોલોજીની સાથે આવે છે. જેનું અધિકતમ બ્રાઈટનેસ 2000 નિટ્સ અને 120Hz વીડિયો રેટ છે.

The Wall Seriesની કિંમત 3.5 કરોડ રૂપિયાથી લઈને 12 કરોડ રૂપિયા(ટેક્સને છોડીને)ની છે. જેનું વેચાણ આજથી શરૂ થઈ ગયું છે.

સેમસંગના કન્ઝૂમર ઈલેક્ટ્રોનિક્સ અનુસાર, વર્ષ 2020 માટે 25 થી 30 યૂનિટના વેચાણનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું છે. 2021માં આ લક્ષ્ય 100 યૂનિટનું છે. આ રીતે કંપનીએ 2022 સુધીમાં 200 યૂનિટના વેચાણનું લક્ષ્ય રાખ્યું છે. દેશમાં લગભગ 140 અરબપતિ છે, જ્યારે 950 મલ્ટી અરબપતિ છે. એવામાં કંપની અરબોપતિને ટાર્ગેટ કરશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp