માર્કેટમાં આવી Porsche કંપનીની નવી SUV, જાણો ફીચર્સ અને કિંમત

PC: motor1.com

જાણીતી ઓટો મોબાઈલ કંપની Porscheએ પોતાની નવી SUV કાર Cayenne Coupe માર્કેટમાં લૉન્ચ કરી દીધી છે. કંપનીએ માર્કેટમાં કારના બે નવા મોડલ લૉન્ચ કર્યા છે. જેમાં Cayenne Coupe અને Cayenne Turbo Coupeનો સમાવેશ થાય છે. જે Cayenne Coupeની શૉરુમ કિંમત 1.13 કરોડ રૂપિયા અને Cayenne Turbo Coupeની કિંમત 1.97 કરોડ રૂપિયા છે. Cayenne Coupe CBU યુનિટના રૂપમાં આ નવી કાર માર્કેટમાં લૉન્ચ કરવામાં આવી છે. આ નવી કાર કંપનીની અગાઉની કારના લુક્સ અને કેટલાક ફીચર્સને મળતી આવે છે.

બંને કારમાં આગળની તરફ Porscheની એક સિગ્નેચર 4 ડોટ LED સાથે આપવામાં આવી છે. જ્યારે પાછળની બાજુ બુડ લીડ પર એક તરફથી બીજી બાજુ એક લાંબી ટેલલાઈટ પણ આપવામાં આવી છે. જોકે, સ્લોપિંગ રૂફ લાઈન અને 20 ઈંચના જુદા જુદા અલોટ વ્હિલ નવી કાર Cayenne Turbo Coupeને બીજી કારથી અલગ પાડે છે. Cayenne Turbo Coupe સ્ટાન્ડર્ડ કારની તુલનામાં 43mm નાની અને પાછળની તરફથી 18mm પહોળી છે. કારની અંદરના ઈન્ટિરીયરની વાત કરવામાં આવે તો કંપનીએ અહીં પનામેરા અને કેયૈન કારો જેવા ડેશબોર્ડના લેઆઉટ પસંદ કર્યા છે. કારમાં 12.3 ઈંચની ટચસ્ક્રિન ડિસપ્લે, એસી અને ઓડિયો કંટ્રોલ માટે ફીધર ટચ બટન અને 3 સ્પોક સ્ટેરિંગ સિસ્ટમ આપેલી છે. આ ઉપરાંત કલ્કંટારા રુફલાઈન અને પેનોરમિક ગ્લાસ રુફ સાથે બ્લેક ઈન્ટિરીયર પણ આપવામાં આવ્યું છે.

કંપનીની આ નવી કારમાં ઓટો LED હેડલેમ્પ, 4 ઝોન ક્લાઈમેટ કંટ્રોલ યુનિટ, ,ક્રુઝ કંટ્રોલ, લેધર ઓપબોલ્સ્ટ્રી, 18 રીતે એડજસ્ટ થાય એવી ફ્રન્ટસીટ, રેર કેમેરા ઉપરાંત આગળ અને પાછળ બંને તરફ પાર્કિંગ સેન્સર આપવામાં આવ્યા છે. જ્યારે સેફ્ટિની દ્રષ્ટિએ 8 એરબેગ્સ, Isofix ચાઈલ્ડ સીટ, EBD સાથે ABS બ્રેક સિસ્ટમ, ઈલેક્ટ્રોનિક્સ સ્ટેબિલિટી કંટ્રોલ અને હિલ સ્ટાર્ટ જેવા ફીચર્સ આપ્યા છે. કારના ટોપ મોડલમાં Cayenne Turbo Coupeમાં 4 લિટર ફ્યુલ કેપેસિટી, ટ્વિન ટર્બો એન્જિન v8 આપવામાં આવ્યું છે. જે 550 hpનો પાવર જનરેટ કરે છે. 770 Nmનો ટોર્ક આપે છે. બંને કાર ઓટોમેટિક ગેરબોક્સથી લેસ છે. Cayenne Coupe 6 સેકન્ડમાં 100કિમીની સ્પીડ આપે છે. જેની ટોપ સ્પીડ 243કિમી છે. જ્યારે Cayenne Turbo Coupeમાં માત્ર 3.9 સેકન્ડમાં 100 કિમીની સ્પીડ આપે છે.જેની ટોપ સ્પીડ 286 કિમી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp