2020 Honda Cityને ASEAN NCAP ક્રેશ ટેસ્ટમાં જાણો કેટલા સ્ટાર મળ્યા

PC: drivespark.com

2020 Honda Cityને આશિયાન એનકૈપ ક્રેશ ટેસ્ટ (ASEAN NCAP)માં 5 સ્ટાર રેટિંગ આપવામાં આવ્યું છે. સેફ્ટીના આ સ્ટાર થાઈલેન્ડ સ્પેક Honda Cityને આપવામાં આવ્યા છે, જેને થોડાં મહિના પહેલા જ લોન્ચ કરવામાં આવી હતી.

જણાવી દઈએ કે, ASEAN NCAP દ્વારા ત્રીજી અને ચોથી જનરેશનની Honda Cityને 2012 અને 2014માં 5 સ્ટાર રેટિંગ આપવામાં આવ્યું હતું. નવી Honda Cityએ ફ્રન્ટ અને સાઈડ ઈમ્પેક્ટ સહિત સેફ્ટી ફીચર્સ માટે કુલ 100 સ્કોરમાંથી 86.54 સ્કોર કર્યો છે. જ્યારે એડલ્ટ પ્રોટેક્શન માટે 44.83 અને ચાઈલ્ડ સેફ્ટી માટે 22.85 અને સેફ્ટી આસિસ્ટ ટેકનિક માટે 18.89 પોઈન્ટ્સ સ્કોર કર્યા છે.


નવી Honda Cityને ઘણા આધુનિક સેફ્ટી ફીચર્સની સાથે લેસ કરવામાં આવી છે. આ કારમાં 6-એર બેગ્સ, ઈબીડી, વ્હીકલ સ્ટેબિલિટી આસિસ્ટ, હિલ-સ્ટાર્સ આસિસ્ટ, ઈમરજન્સી સ્ટોપ સિગ્નલ, મલ્ટી વ્યૂ રિવર્સ કેમેરા જેવા સેફ્ટી ફીચર્સ મળે છે.

જોકે, ભારતીય બજાર માટે આવનારી નવી Honda Cityમાં ઘણા કોસ્મેટિક અને મિકેનિકલ બદલાવ જોવા મળી શકે છે. ઈન્ડિયા સ્પેક Honda City વધુ લાંબી અને વધુ ગ્રાઉન્ડ ક્લીયરન્સની સાથે આવશે.

એન્જિનની વાત કરીએ તો, 2020 Honda Cityમાં 1.5-લીટર બીએસ6 પેટ્રોલ એન્જિનની સાથે આવશે. આ એન્જિનની સાથે 5-સ્પીડ મેન્યુઅલની સાથે ઓટોમેટિક ગિયરબોક્સનો વિકલ્પ ઉપલબ્ધ હશે.

કારમાં LED હેડ લાઈટ LED ટેલ લાઈટ, સનરૂફ અને 16-ઈંચના એલોય વ્હીલ આપવામાં આવશે. ભારતમાં કોરોના વાયરસના કારણે તેનું લોન્ચ એપ્રિલ 2020 સુધી ટાળી દેવામાં આવ્યું છે. નવી Honda City Maruti Ciaz, Toyota Yaris, Volkswagen Vento અને Skoda Rapidને ટક્કર આપશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp