MG ZS ઈલેક્ટ્રિક SUV ભારતમાં રજૂ, સિંગલ ચાર્જમાં 340 km ચાલશે, જાણો સંભવિત કિંમત

PC: gaadiwaadi.com

MG મોટર ઈન્ડિયાએ ભારતમાં ઈલેક્ટ્રિક MG પરથી પરદો હટાવી લીધો છે. ભારતમાં કંપનીની આ પહેલી ઈલેક્ટ્રિક કાર છે જે ભારતીય બજારમાં કંપનીનું મોટું પગલું છે. MG મોટરની ભારતમાં આ બીજી કાર છે જે ઈલેક્ટ્રિક રહેશે. જે MG ZS EV ભારતમાં લોન્ચ કરવામાં આવશે તે ઈંગ્લેન્ડના સ્પેસિફિકેશન વાળી રહેશે. પણ તેનું ઉત્પાદન ગુજરાત સ્થિત કંપનીના હલોલ પ્લાન્ટમાં કરવામાં આવશે. એવામાં એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, કંપની આ નવી ઈલેક્ટ્રિક કાર આકર્ષક કિંમતે લોન્ચ કરશે જેની ટક્કર હ્યુડૈં કોના જેવી કારો સાથે થશે. ZS EVની કિંમત કેટલી રહેશે તેની જાણકારી જાન્યુઆરી 2020માં સામે આવશે.

MG મોટર નવી ઈલેક્ટ્રિક કારને સંપૂર્ણ રીતે કોમ્પેક્ટ SUV બનાવશે, જે સબકોમ્પેક્ટ SUV ન રહીને આકારમાં હ્યુડૈં ક્રેટા કરતા મોટી અને MG હેક્ટર કરતા નાની રહેશે.

લુક્સની વાત કરીએ તો આ ઈલેક્ટ્રિક કાર ક્રોસઓવર સ્ટાઈલ SUV રહેશે. જે ક્રોમ ગ્રિલથી સજ્જ છે અને તે પ્રોજેક્ટર હેડલેમ્પની સાથે આવશે. કારના LED ટેલલેમ્પ્સ તેને વધારે આકર્ષિત લુક આપે છે. કારની કેબિનમાં 8.0 ઈંચનું ટચસ્ક્રીન ઈંફોટેનમેન્ટ સિસ્ટમ મળશે જે એપ્પલ કારપ્લે અને એન્ડ્રોઈડ ઓટો કનેક્ટિવિટી ફીચર્સથી સજ્જ છે.

MG ZS EVમાં 44.5 kW બેટરી પેક લગાડવામાં આવ્યો છે જે એકવાર ચાર્જ કરવા પર 340km ચલાવી શકાય છે. આ લીથિયમ આર્યન બેટરી 50 kW DC ચાર્જરથી 40 મિનિટમાં 80 ટકા ચાર્જ કરી શકાય છે. સામાન્ય 7.4 કિવા કે ચાર્જરથી કારને ચાર્જ થવામાં 7 કલાકનો સમય લાગે છે. કંપની MG ZS EVની સાથે 7.4 કિવા કે ચાર્જર આપશે.

આ બેટરી પેક કારને 141 bhp પાવર અને 353 Nm પીક ટોર્ક આપે છે, જે માત્ર 8 સેકન્ડમાં આ ઈલેક્ટ્રિક કારને 0-100 કિમી પ્રતિ કલાકની ઝડપ આપે છે. પાણી અને ધૂળથી બચવા માટે કંપનીએ આ બેટરીને IP67 સર્ટિફાઈડ નવી બેટરી સિસ્ટમ આપી છે. આ કારની સત્તાવાર કિંમતની તો જાહેરાત નથી કરવામાં આવી, પરંતુ ઓટો સેક્ટરના એક્સપર્ટનું કહેવું છે કે, કારની કિંમત 25 લાખની આસપાસ હશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp