કોરોના લોકડાઉનની સ્થિતિમાં પણ આ કંપનીની કારના વેચાણમાં 10.32%નો વધારો

PC: youtube.com

MG મોટર ઈન્ડિયાએ માર્ચ 2020માં કુલ 1518 યુનિટનું વેચાણ કર્યું છે. ફેબ્રુઆરી 2020માં કંપનીના વેચાણામાં 10.32 ટકાનો વધારો થયો હતો. આ 116 યુનિટમાં MG ZS EV અને MG હેક્ટરનો સમાવેશ થાય છે. ચોંકાવનારી વાત એ છે કે, કોરોનાની મહામારીની દેહશત વચ્ચે સમગ્ર દેશમાં લોકડાઉન છે. જેની અસર ઓટો ઉદ્યોગ પર પડી છે. આ કારણે ભારતમાં રહેલા શૉ-રૂમ કે ડીલર્સને મળતી સપ્લાયમાં ઘટાડો થયો છે.

આ ઉપરાંત કેટલાક મોડલ પણ શૉ રૂમમાં મોડા આવ્યા છે. તેમ છતાં કંપનીના વેચાણમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો હતો. અમુક મોડલની સપ્લાયમાં મોડું થવા પાછળનું એક કારણ કોરોના છે. કારણ કે ફેબ્રુઆરી મહિનામાં ચીનમાં આ મહામારીએ કહેર વર્તાવ્યો હતો. જાન્યુઆરી 2020માં MG મોટર્સ ઈન્ડિયાએ 3130 યુનિટ વાહનનું વેચાણ કર્યું હતું. તા.23 માર્ચથી સમગ્ર દેશમાં લોકડાઉન કરવામાં આવ્યું છે. આવનારા દિવસોમાં કંપની વેચાણમાં બેસ્ટ પર્ફોમ કરશે. વેચાણમાં થયેલા વધારા અંગે વાત કરતા MG મોટર્સ ઈન્ડિયાના મેનેજિંગ ડાયરેક્ટર રાજીવ ચાબાએ કહ્યું કે, MG હેક્ટર્સ અને MG ZS EV આ બંને કારે ભારતીય માર્કેટમાં પોતાની એક ઓળખ ઊભી કરી છે. ગ્લોબલ સપ્લાયમાં વિલંબ થવાને કારણે કંપની પોતાના ગ્રાહકોને સુવિધા આપી રહી છે.

ફેબ્રુઆરી મહિનામાં વેચાણમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો હતો. વ્યાપક લોકડાઉનને કારણે પ્લાન્ટમાં ઉત્પાદન પણ બંધ કરી દેવામાં આવ્યું છે. પણ છતાં માર્ચ 2020માં વેચાણમાં વધારો થયો છે. હાલ કંપનીનો હેતુ કર્મચારીઓ અને તેમના પરિવારની તકેદારી રાખવાનો છે. લોકડાઉન લાગુ થયા એ પહેલા કંપનીએ ડિસઈન્ફેક્ટેડ અને ડિલિવર પ્રોગ્રામ ચાલું કર્યો હતો. જેથી વ્હિકલને બેક્ટેરિયા મુક્ત કરીને ગ્રાહકોને વેચી શકાય. કંપની લોકડાઉન પૂર્ણ થયા બાદ પણ આ પ્રક્રિયા ચાલું રાખે એવી પૂરી શક્યતાઓ છે. હાલમાં કંપની પાસે કોઈ BS4 વાહનનો સ્ટોક નથી. કારણ કે કંપનીએ શરૂઆત જ BS6 સાથે કરી હતી. ગુજરાતમાં આવેલો કંપનીનો પ્લાન્ટ પણ હાલમાં બંધ કરી દેવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp