લોન્ચ પહેલા જ Hyundai Auraના ઈન્ટીરિયરના ફોટો લીક, આકર્ષક ફીચર્સથી લેસ હશે આ કાર

PC: carwale.com

દક્ષિણ કોરિયાની પ્રમુખ વાહન નિર્માતા કંપની Hyundai ભારતીય બજારમાં કોમ્પેક્ટ સિડાન સેગમેન્ટમાં પોતાની નવી કાર Hyundai Auraને લોન્ચ કરવા જઈ રહી છે. હાલમાં જ કંપનીએ પોતાના આ કારને દેશની સામે રજૂ કરી હતી. આ કારને કંપની આગામી 21 જાન્યુઆરીએ આદિકારિકરીતે લોન્ચ કરશે. જ્યારે આ કારને પ્રદર્શિત કરવામાં આવી હતી, તે સમયે માત્ર તેના એક્સટીરિયર પરથી જ પડદો ઉંચકવામાં આવ્યો હતો. હવે આ કારના ઈન્ટીરિયરના પણ કેટલાક ફોટા સામે આવ્યા છે.

રિપોર્ટ અનુસાર, કંપનીએ એક વીડિયો જાહેર કર્યો છે, જેમાં આ કારને ઈન્ટીરિયરને દર્શાવવામાં આવ્યું છે. કંપનીએ પહેલાથી જ પોતાની આ કાર માટેનું બુકિંગ શરૂ કરી દીધું છે. જો તમે પણ આ કારને બુક કરાવવા માગતા હો, તો તમે 10000 રૂપિયાના બુકિંગ અમાઉન્ટમાં તેને બુક કરાવી શકો છો. લોન્ચ થયા બાદ કાર Maruti Suzuki Dzire અને Honda Amazeને ટક્કર આપશે.

વીડિયોમાં દર્શાવાયું છે તે રીતે, આ કારનું ઈન્ટીરિયર કંપનીએ હાલમાં જ લોન્ચ કરેલી Grand i10 NIOSને મળતું આવે છે. જોકે, તેને વધુ ડાર્ક કલર સ્કીમમાં ડિઝાઈન કરવામાં આવ્યું છે. Hyundai Auraને કંપનીએ ડ્યૂઅલ ટોન કલર આપ્યો છે અને તેના ડેશબોર્ડ પર ડાર્ક શેડ્સ પણ સામેલ કરવામાં આવ્યા છે. જો કારને થોડું પ્રીમિયમ ફીલ આપે છે.

ફીચર્સની વાત કરીએ તો તેમાં 8.0 ઈંચની ટચસ્ક્રીન ઈન્ફોટેન્મેન્ટ સિસ્ટમ આપવામાં આવે છે. જેને તમે Apple કાર પ્લે અને એન્ડ્રોઈડ ઓટો સાથે કનેક્ટ કરી શકો છો. આ ઉપરાંત, તેમાં ક્લાઈમેટ કંટ્રોલ, ટર્બાઈન શેપ AC વેન્ટ્સ જેવા ફીચર્સ પણ છે. તેને ઈન્સ્ટ્રૂમેન્ટ ક્લસ્ટરમાં 5.3ની ડિજિટલ ડિસ્પ્લે આપવામાં આવી છે, જેમાં કાર સાથે સંબંધિત જાણકારી પ્રદર્શિત કરવામાં આવશે.

તેના એન્જિનની વાત કરીએ તો કંપની તેને ત્રણ એન્જિન વિકલ્પો સાથે બજારમાં લોન્ચ કરશે. આ તમામ એન્જિન BS6 કમ્પલાયન્ટ હશે. તેના પેટ્રોલ વેરિયન્ટમાં કંપનીએ 1.2 લીટરની ક્ષમતાનું એન્જિન આપ્યું છે, જે 82bhpનો પાવર અને 114Nm ટોર્ક જનરેટ કરે છે. જ્યારે, બીજા વેરિયન્ટમાં કંપનીએ 1.0-લીટરની ક્ષમતાવાળું પેટ્રોલ એન્જિન આપ્યું છે, જે 100bhpનો પાવર અને 172Nmનો ટોર્ક જનરેટ કરે છે. આ ઉપરાંત, કાર 1.2-લીટરના ડિઝલ એન્જિન સાથે પણ લોન્ચ કરવામાં આવશે. જે 75bhpનો પાવર અને 190Nmનો ટોર્ક જનરેટ કરે છે. તેની કિંમત હજુ સુધી કંપનીએ જાહેર નથી કરી, પરંતુ તેને 5.8 લાખની શરૂઆતની કિંમતમાં લોન્ચ કરવામાં આવી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp