હાર્લે ડેવિડસને ભારતમાં પોતાનો કારોબાર આટોપ્યો, 4 વર્ષમાં આ 7મી કંપની ગઈ

PC: timesnownews.com

અમેરિકાની દિગ્ગજ બાઈક કંપની હાર્લે ડેવિડસને ભારતમાં પોતાના કારોબાર સમેટી લેવાનો નિર્ણય લીધો છે. કંપનીનું કહેવું છે કે પાછલા નાણાકીય વર્ષમાં તેમના વેચાણમાં 22 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. એવામાં હવે કંપની ખોટ ખાઈ રહેલા માર્કેટને છોડીને અમેરિકામાં પોતાના કારોબાર પર ફોકસ કરવા માગે છે. હાર્લેની હરિયાણામાં એક એસેમ્બલી યૂનિટ પણ હતી. નાણાકીય વર્ષ 2019માં કંપનીએ માત્ર 2676 બાઈક્સ જ વેચી હતી. એટલું જ નહીં તેમાં પણ 65 ટકા હિસ્સેદારી 750 સીસી બાઈક્સની છે. જેની એસેમ્બલી તેઓ હરિયાણામાં જ કરતા હતા. પાછલા 4 વર્ષોમાં ભારતના બજારને છોડનારી કંપની હાર્લે ડેવિડસન 7મી વિદેશી ઓટોમોબાઈલ કંપની છે. આ પહેલા જનરલ મોટર્સ, ફિઆટ, Ssangyong, સ્કેનિયા, MAN અને UM Motorcycles પણ ભારતના માર્કેટને છોડી ચાલ્યા ગયા છે.

એવામાં સવાલ ઉઠે છે કે આખરે દુનિયાની દિગ્ગજ કંપનીઓ ભારતમાં આવીને ફેલ શા માટે થઇ જાય છે. ઓટો સેક્ટરોમાં જાણકારો અનુસાર તેનું કારણ એ છે કે તેમને ભારતીય બજાર અને તેની જરૂરતોની સમજ નથી. જેને મારુતિ સુઝુકીએ સારી રીતે સમજ્યું છે અને તેણે 50 ટકાથી વધારે માર્કેટ શેર લાંબા સમયથી બનાવી રાખ્યો છે. ટોયોટા મોટર્સ, ફોર્ડ, ફોક્સવેગન, રેનો, નિસાન જેવી કંપનીઓ ભારતમાં સામાન્ય કારોબાર જ કરી રહી છે. તેનું કારણ એ છે કે ભારતીય બજારમાં નાની કારોની સૌથી વધારે માગ હોય છે, પણ આ કંપનીઓ આવી કારો તૈયાર કરી રહી નથી. આ ઉપરાંત કિંમત પણ વધારે છે. જેને લીધે ગ્રાહક મારુતિ જેવી કંપનીઓ તરફ વલણ વધારે ધરાવે છે. જ્યાં તેમને બજેટમાં કાર મળી રહે છે અને તે પણ પર્યાપ્ત ફીચર્સની સાથે.

આ કારણે ફેલ થઇ રહી છે દિગ્ગજ કંપનીઓ

બાઈક કંપનીઓની પણ આ પ્રકારની જ સ્થિતિ છે. જ્યાં હીરો અને બજાજ જેવી કંપનીઓની આગળ હાર્લે ડેવિડસન પોતાની જગ્યા બનાવી શક્યું નહીં. માર્કેટના જાણકારો અનુસાર, આ કંપનીઓના બોર્ડ મેમ્બર ડેટ્રોઈટ, વોલ્ફસબર્ગ અને ટોકિયોમાં બેસીને યોજનાઓ બનાવે છે. ભારતીય બજારની વધારે જાણકારી ન હોવાના કારણે તેઓ જે રોકાણ પ્લાન પર સિક્કો લગાવે છે, તે સફળ થઇ શકતું નથી.

મારુતિ સુઝુકીએ ભારતીય બજારને સમજ્યું

મારુતિ સુઝુકીએ ભારતીય લોકોની માનસિકતાને સમજવાનું કામ કર્યું છે. મારુતિની 800થી લઇ ઓલ્ટો, વેગનઆર, સ્વિફ્ટ જેવી કારોએ ભારતીય માર્કેટમાં ધૂમ મચાવી છે. તેનું કારણ એ છે કે, આ કારોમાં મારુતિએ ઓછા ભાવમાં પર્યાપ્ત ફીચર્સ આપ્યા છે.

જોકે, હાર્લેની બાઈક્સ પસંદ કરનારા લોકોએ નિરાશ થવાની જરૂર નથી. કંપની હીરો મોટર્સ, બજાજ ઓટો અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાની સાથે ભાગીદારી કરવા અંગે વાત કરી રહી છે. કંપનીએ ભારતમાંથી પોતાનો વેપાર આટોપી લેવાનો નિર્ણય જરૂર કર્યો છએ, પણ રણનીતિક ભાગીદારી દ્વારા કંપની ભારતમાં પોતાની મોજૂદગી જાળવી રાખવા માગે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp