2020માં 10 લાખના બજેટની અંદર લોન્ચ થશે આ કારો

PC: gaadiwaadi.com

જો તમે શ્રેષ્ઠ પર્ફોમન્સવાળી અફોર્ડેબલ કાર ખરીદવાનું પ્લાનિંગ કરી રહ્યા હોઉ તો થોડી રાહ જોવી પડશે. જે તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. વર્ષ 2020માં ભારતમાં ઘણી કારો લોન્ચ લોન્ચ થવાની છે. આ કારો તમારા બજેટને ધ્યાનમાં રાખીને લોન્ચ થઈ શકે છે.

Fiatની Abarth Punto અને મારુતિ સુઝુકીની Baleno RS આવનારા મહિનાઓમાં ભારતીય બજારોમાં આવશે, તેના સિવાય Hyundai, Tata, Kia અને Volkswagen જેની મોટી બ્રાન્ડ્સ પણ આ સેગમેન્ટમાં કાર લોન્ચ કરશે. જાણો એવી કારો વિશે જે 2020માં 10 લાખ રૂપિયાથી ઓછી કિંમતે ભારતીય બજારમાં લોન્ચ થશે.

Hyundai Grand i10 Nios 1.0 ટર્બો પેટ્રોલઃ

2020માં કંપની Hyundai Grand i10 Niosને વધારે સ્પોર્ટી લુકની સાથે લોન્ચ કરશે. આ કારમાં વેન્યૂનું 1.0 લીટર ટર્બો પેટ્રોલ એન્જિન આપવામાં આવશે. આ કારની કિંમત 8 લાખ રૂપિયાની આસપાસ હોઈ શકે છે.

Hyundai Aura 1.0 ટર્બો પેટ્રોલઃ

આ કારમાં વેન્યૂનું 1.0 લીટર, 3 સિલિન્ડર ટર્બો પેટ્રોલ એન્જિન આપવામાં આવશે. જોકે આ કારની કિંમત વિશે કોઈ જાણકારી આપવામાં આવી નથી. પણ આ કારની કિંમત પણ 10 લાખ કરતા ઓછી હોઈ શકે છે.

Hyundai i20 Nios 1.0 ટર્બો પેટ્રોલઃ

નેક્ટ જનરેશન આ કારમાં 1.0 લીટર થ્રી સિલિન્ડર એન્જિનનો ઉપયોગ કરવામાં આવશે. નવી i20માં ગ્રાહકોને મેન્યુઅલ અને ડ્યુઅલ ક્લચ ઓટોમેટિક ટ્રાંસમિશનનો ઓપ્શન પણ મળશે.

Tata અલ્ટ્રૉઝ JTP:

આ કાર 1.2 લીટર પેટ્રોલ અને 1.5 લીટર ડીઝલ એન્જિનની સાથે આવશે. આ કાર બંને વર્ઝનમાં મેન્યુઅલ છે.

Kia કોમ્પેક્ટ SUV:

Kia તેની નવી કોમ્પેક્ટ SUV ઓટો એક્સપો 2020માં રજૂ કરશે. આ કાર ઘણાં એન્જિન અને ગિયરબોક્સ ઓપ્શનની સાથે આવશે. કંપનીની Seltos SUVને ભારતમાં ઘણો સારો પ્રતિસાદ મળ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp