નવી Hero Splendor ટૂંક સમયમાં થશે લોન્ચ, મળશે વધારે માઈલેજ

PC: amarujala.com

હીરો મોટોકોર્પ તેની લોકપ્રિય બાઈક Hero Splendorને ભારતમાં નવા અવતારે લોન્ચ કરવા જઈ રહી છે. આ નવી બાઈકમાં કંપનીએ અમુક ખાસ ફિચર્સ સામેલ કર્યા છે. સાથે જ તેમાં માઈલેજ વધારવા માટેનું પણ ખાસ ફિચર સામેલ કરવામાં આવ્યું છે.

કંપનીએ જૂન મહિનામાં જ આ બાઈક પરથી પરદો ઉઠાવેલો. પણ તેના સ્પેસિફિકેશનની કોઈ જાણકારી આપી નહોતી. પણ લોન્ચ પહેલા બાઈકના દસ્તાવેજો લીક થયા છે. જોકે, બાઈક ક્યારે લોન્ચ થશે તેની જાણકારી હજુ સુધી મળી નથી. પણ માનવામાં આવી રહ્યું છે કે, બાઈક તહેવારની સીઝનમાં લોન્ચ થઈ શકે છે.

Splendor iSmartમાં 113.2ccનું એન્જિન મળશે. ખાસ વાત તો  છે કે, માઈલેજ વધારવા માટે બાઈકમાં ફ્યૂલ ઈન્જેક્શન ટેક્નિકને સામેલ કરવામાં આવી છે. નવી બાઈક BS6 એન્જિનની સાથે આવશે. પણ ધ્યાનની વાત તો ઓ છે કે, એન્જિનની કેપેસિટી વધારવા છતાં પણ તેમાં પાવર મોજૂદ મોડલથી ઓછો જ રહેશે. હાલમાં મોજૂદ મોડલમાં 9.5hpનો પાવર મળે છે, જ્યારે નવા મોડલમાં 9.1hpનો પાવર મળશે.

લીક થયેલા દસ્તાવેજ અનુસારે, નવી BS6 Splendor iSmart બે મોડલમાં મળશે. જેમાં એક ડ્રમ અને બીજો ફ્રંટ ડિસ્ક બ્રેકમાં રહેશે. હાલવા BS6 મોડલની તુલનામાં તેની કિંમત 15 ટકા વધારે હોઈ શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp