iPhoneના આ ફોન પર મળશે 40,000 રૂપિયાનું બંપર ડિસ્કાઉન્ટ

PC: gsmarena.com

ઈ-કોમર્સ કંપની ફ્લિપકાર્ટ રિપબ્લિક ડે સેલ લઈને આવાની છે. આ સેલ 4 દિવસ સુધી ચાલશે. જેની શરૂઆત 19 જાન્યુઆરીથી થઈ રહી છે. આ સેલ 22 જાન્યુઆરી સુધી ચાલશે. આ સેલમાં સ્માર્ટફોન પર સારુ એવું ડિસ્કાઉન્ટ મળશે.

ફ્લિપકાર્ટ એપલ સ્માર્ટફોનના ચાહકો માટે પણ શાનદાર ઓફર લઈને આવી છે. જો તમે નવો સ્માર્ટફોન લેવાનું મન બનાવી રહ્યા હોઉ, તો થોડા દિવસની રાહ જોઈ લો. ફ્લિપકાર્ટ આ વખતે તેના રિબ્પલિક ડે સેલમાં Apple iPhoneના આ સ્માર્ટફોન પર 40,000 રૂપિયાનું બંપર ડિસ્કાઉન્ટ આપશે. ફ્લિપકાર્ટ Apple iPhone XS પર 40000 રૂપિયાની છૂટ આપશે.

ડિસ્કાઉન્ટ પછી કિંમતઃ

આ સેલમાં iPhone XS પર ડિસ્કાઉન્ટ પછી તેના 64GB સ્ટોરેજના મોડલને 49,999 રૂપિયામાં ખરીદી શકાશે. ફ્લિપકાર્ટ પર આ સ્માર્ટફોન 89,999 રૂપિયાની પ્રાઈસ સાથે લિસ્ટેડ છે. આ સેલ 19 જાન્યુઆરીથી રાતે 12 વાગ્યાથી શરૂ થશે. ફ્લિપકાર્ટ પ્લસ ગ્રાહકો 4 કલાક પહેલા જ સેલને એક્સેસ કરી શકશે.

iPhone 11 અને iPhone 11 Pro પર પણ ઓફરઃ

આ સેલમાં iPhone 11 અને iPhone 11 Pro પર પણ 6000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. આ ઓફર માત્ર HDFC બેંકના ક્રેડિટ કાર્ટ અને ડેબિટ કાર્ડના યૂઝરો માટે છે.

આઈફોન 7 પ્લસ અને આઈફોન 7 પર પણ ઓફરઃ

આ ઉપરાંત આઈફોન 7 પ્લસને 33,999 રૂપિયામાં ખરીદી શકાશે. તો આઈફોન 7ને આ સેલમાં 24,999 રૂપિયામાં ખરીદી શકાશે. આ સ્માર્ટફોન 4167 રૂપિયા પ્રતિ મહિને નો કોસ્ટ EMI પર મળશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp