લગ્ન માટે પૈસા મેળવવા રાજકોટના યુવકે મિત્રો સાથે મળી બેંકમાં ચોરીનો પ્રયાસ કર્યો

PC: youtube.com

ઘણીવાર એવા કિસ્સાઓ સામે આવે છે કે, જેમાં કેટલાક લોકો શોર્ટકટથી મહેનત કર્યા વગર પૈસા કમાવવા ગુનાહિત પ્રવૃત્તિઓ તરફ પણ વળી જાય છે અને અંતે તેઓને જેલમાં જવાનો વારો આવે છે. ત્યારે આવી જ એક ઘટના રાજકોટમાં સામે આવી છે કે, જેમાં ચાર ઈસમોએ પૈસા કમાવવા માટે ફાઇનાન્સ કંપનીમાં ચોરી કરવાનો પ્લાન કર્યો હતો પરંતુ પોલીસની સતર્કતાને કારણે ચારે ચાર ઇસમોને જેલમાં જવાનો વારો આવ્યો હતો. પોલીસની તપાસમાં ખુલાસો થયો હતો કે, એક આરોપીએ લગ્ન માટે પૈસાની જરૂર હોવાના કારણે ફાઇનાન્સ કંપનીમાં ચોરી કરવાનું કાવતરું ઘડી કાઢયું હતું.

રિપોર્ટ અનુસાર રાજકોટના સોરઠીયાવાડી સર્કલ નજીક બેંક ઓફ ઇન્ડિયાની બ્રાન્ચમાં 8 સપ્ટેમ્બરે ચોરીનો પ્રયાસ થયો હતો. આ ઉપરાંત મવડી રોડ પર મણીપુરમ ફાઈનાન્સ કંપનીમાં 12 સપ્ટેમ્બરના રોજ કેટલાક ઇસમો ચોરીનો પ્રયાસ કર્યો હતો. બંને ઘટનાઓમાં પોલીસે જવાબદાર લોકો સામે ગુનો દાખલ કરી તેમને પકડવાના ચક્રોગતિમાન કર્યા હતા. પોલીસે તપાસનો ધમધમાટ કરીને સોરઠીયાવાડી સર્કલ નજીક બેંક ઓફ ઇન્ડિયાની બ્રાન્ચમાં અને મણીપુરમ ફાઈનાન્સ કંપનીમાં ચોરીનો પ્રયાસ કરનારા રવિ ચૌહાણ, અનિલ તાવિયા, વિશાલ ઘવાણિયા અને રાહુલ તાવિયા નામના 4 ઇસમોની ધરપકડ કરી છે. પોલીસની તપાસમાં ખુલાસો થયો હતો કે, ચારે ચાર ઈસમોએ આર્થિક સંકડામણમાં આવીને બેંક અને ફાયનાન્સ કંપનીમાં ચોરી કરવાનો પ્લાન બનાવ્યો હતો અને તેઓ પ્લાન અનુસાર ચોરી કરવા પણ ગયા હતા પરંતુ અંતે તેમનો પ્લાન નિષ્ફળ રહ્યો હતો.

સમગ્ર ઘટનાને પગલે પોલીસે જણાવ્યું હતું કે, તમામ આરોપીઓને નક્કી કર્યું હતું કે, એક જ વખત ચોરી કરવી છે પણ આ ચોરી ખૂબ જ મોટી કરવી છે. આવો વિચાર કરીને તેઓ બેંક અને ફાયનાન્સ કંપનીમાં ચોરી કરવા માટે ગયા હતા. આરોપીએ નક્કી કર્યું હતું કે, ચોરી કરીને જે પણ સોનું અને રોકડ મુદ્દામાલ આવે તેને સરખા ભાગે વહેંચી લેવામાં આવશે. પરંતુ બંને જગ્યા પર ચોરી કરવાનો પ્રયાસ નિષ્ફળ નિવડ્યો હતો અને અંતે તમામ આરોપીઓ પોલીસના સકંજામાં આવી ગયા.

પોલીસને તપાસ દરમિયાન જાણવા મળ્યું કે, આરોપી રવિ ચૌહાણ ઘૂઘરાની લારી ચલાવે છે અને તેને લગ્ન કરવાના હોવાથી પૈસાની જરૂર હતી. તો બીજી તરફ રવિના મિત્ર અનિલે પ્રેમ લગ્ન કર્યા હોવાથી તેને ઘર ખર્ચ માટે પૈસાની જરૂર હતી અને બાકીના બે આરોપીઓને મોજશોખ પૂરા કરવા માટે પૈસા જોતા હતા. એટલા માટે તેમને બેંક અને ફાયનાન્સ કંપનીમાં ચોરીનો પ્લાન ઘડી કાઢયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp