ગોંડલના ભરૂડી ટોલનાકા પર મંત્રી જયેશ રાદડીયાને ટોલનાકાના કર્મી સાથે માથાકૂટ થઇ

PC: youtube.com

15 જાન્યુઆરીથી રાજ્યના તમામ ટોલનાકા પર ફાસ્ટેગનો અમલ શરૂ કરવામાં આવ્યો છે ત્યારે ગોંડલના ભરૂડી ટોલનાકા પર ફાસ્ટેગનો અમલ ફરજીયાત કરવામાં આવતા વાહનોની લાંબી લાઈનો જોવા મળી હતી. આ જેને લઇને કેબીનેટ મંત્રી જયેશ રાદડીયા અને ટોલનાકાના કર્મચારી વચ્ચે માથાકૂટ થઇ હતી.

રિપોર્ટ અનુસાર ગોંડલના ભરૂડી ટોલનાકા પર ગુરુવાર 16 જાન્યુઆરીના રોજ સવારના 10 વાગ્યાની આસપાસ કેબીનેટ મંત્રી જયેશ રાદડીયા વાહનોની લાઈનમાં ફસાયા હતા. ટોલનાકા પર વાહનોની લાંબી લાઈન જોઈને મંત્રી જયેશ રાદડીયા પોતાની કારમાંથી નીચે ઉતાર્યા હતા અને તેમને ટોલનાકાના કર્મચારીને તાત્કાલિક લાઈનો ઓછી કરવા માટે ટકોર કરી હતી. આ વાતને લઇને ટોલનાકાના કર્મચારીઓ અને મંત્રી જયેશ રાદડીયા વચ્ચે રકજક થઇ હતી.

રકજકના પગલે લોકોના ટોળા પણ ઘટના સ્થળ પર ઉમટી પડ્યા હતા. જો કે, કેટલાક યુવકોએ પોતાના મોબાઈલમાં આ વીડિયો ઉતારી લીધો હતો અને ત્યારબાદ સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. મળતી માહિતી અનુસાર ભરૂડી ટોલનાકા પર ફાસ્ટેગની એક લાઈન વધારે સમય બંધ રહે છે તેથી ટોલનાકા પર ટ્રાફિક જામના દૃશ્યો સર્જાય છે.

તો બીજી તરફ કેશોદના ગોદાઈ ટોલનાકા પર ઝપાઝપીનો એક વીડિયો વાયરલ થયો છે. વાહન જવા દેવાની બાબતે ટોલનાકાના કર્મચારીઓને પાઈપ અને ધોકા જેવા હથીયારો સાથે મહિલા પર હુમલો કર્યો છે. સ્થાનિક લોકોના કહેવા અનુસાર ટોલનાકાના કર્મચારીઓ દ્વારા અવારનવાર વાહન ચાલકો સાથે આ પ્રકારે માથાકૂટ કરવામાં આવે છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp