બાપાને પાછા લઈ જવા હોય તો રૂ. 15 લાખ આપો, આધેડની અપહરણ બાદ હત્યા

PC: news18.com

સૌરાષ્ટ્રના ભાવનગર જિલ્લાના સિહોર તાલુકામાંથી અપહરણ અને હત્યાની ઘટના સામે આવી છે. જ્યાં શુક્રવારે સાંજે ઘરેથી એક્ટિવા લઈને નીકળેલા આધેડનું અપહરણ કરી રૂ. 15 લાખની માગ કરવામાં આવી હતી. શનિવારે આધેડનો મૃતદેહ મળી આવ્યો હતો. અગાઉ તેમના અપહરણ બાદ એક અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો કે, તમારા બાપાને જોઈતા હોય તો રૂ.15 લાખ આપી જાવ.

આ ફોન બાદ આધેડનો પરિવાર ચિંતામાં મૂકાયો હતો. ત્યાર બાદ શિહોર પોલીસને સમગ્ર ઘટના અંગેની જાણ કરવામાં આવી હતી. જોકે, પોલીસ કોઈ એક્શન લે એ પહેલા જ આધેડનો મૃતદેહ મળી આવ્યો હતો. એમના શરીર પરથી હત્યના નિશાન મળ્યા હતા. રજાકભાઈ સેલોત (ઉ.વ.52) જેઓ એક્ટિવા લઈને ઘરેથી નીકળ્યા હતા. ત્યારે એમનું અપહરણ કરવામાં આવ્યું હતું. પછી એમના પરિવારના સભ્ય પર રૂ.15 લાખની માગ કરવામાં આવી હતી. ત્યાર બાદ સમગ્ર પરિવારે સિહોર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી હતી. વૈષ્ણવ સમાજના સમાધી સ્થળે રજાકભાઈની લાશ મળી આવી હતી. એના શરીર પર હથિયારના ઘા માર્યા હોય એવા નિશાન પણ મળ્યા હતા. ડીશ રિપેરિંગના બહાને ફોન કરીને એમને કોઈ બોલાવી ગયું. ત્યાર બાદ સીધો ધમકી અને ખંડણીનો ફોન આવ્યો હતો. પણ જ્યારે હત્યા થઈ છે એવું જાણવા મળ્યું ત્યારે પરિવારજનોના પગ નીચેથી જમીન નીકળી ગઈ હતી. જોકે, આ હત્યા પાછળનું કારણ જાણવા મળ્યું નથી.

પોલીસ એ વાતની પણ તપાસ કરી રહી છે કે, એક સામાન્ય માણસ પાસેથી ખંડણી માગી એની હત્યા કરવામાં આવે એ વાત સંપૂર્ણ રીતે ગળે ઊતરતી નથી. પોલીસે જુદી જુદી દિશામાં આરોપીને પકડવા માટે તપાસ શરૂ કરી છે. આ અંગે એના પરિવારજનોની પણ કેટલાક પાસાઓ પરથી પૂછપરછ કરવામાં આવી છે. આ મામલે પોલીસ મૃતકના પુત્રી સુમૈયાબેનની પૂછપરછ કરી છે. કારણ કે, એમના પર ખંડણીના ફોન આવ્યા હતા. પુત્રીએ અનિકેત સોલંકી વિરૂદ્ધ પૈસા પડાવવાના ઈરાદે રજાકભાઈનું અપહરણ કરી પોલીસ ફરિયાદ કરી હતી. પોલીસે લાશનો કબ્જો લઈને પોસ્ટમોર્ટમની કામગીરી કરી હતી. રજાકભાઈના છ સંતાન છે. જેમાં પાંચ દીકરીઓ અને એક પુત્ર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp