જામનગરમાં 31 રેસીડેન્ટ ડોક્ટરોએ આ કારણે હોસ્પિટલના બેડ પરથી આપવી પડી પરીક્ષા

PC: youtube.com

વરસાદની વિદાય પછી ફરીથી રોગચાળાએ માથું ઊંચક્યું છે. જામનગરમાં ડેન્ગ્યુંના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. જામનગરમાં વધી રહેલા રોગચાળાને લઇને સ્થાનિક લોકો તો પરેશાન છે પરંતુ સાથે સાથે જામનગરમાં અન્ય શહેરોમાંથી આવેલા રેસીડેન્ટ તબીબો પણ પરેશાન થઇ રહ્યા છે. જામનગરમાં MP શાહ મેડીકલ કોલેજના 31 જેટલા રેસીડેન્ટ ડૉક્ટરને ડેન્ગ્યુંની અસર થતા તેમને GG હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

આ રેસીડેન્ટ ડૉક્ટરોને એક તરફ પરીક્ષાની ચિંતા સતાવી રહી છે, તો બીજી તરફ સ્વાસ્થ્યની ચિંતા સતાવી રહી છે. વિદ્યાથીઓને હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવતા MP શાહ મેડીકલ કોલેજના ડીન દ્વારા વિદ્યાર્થીઓને હોસ્પિટલમાં જ પરીક્ષા આપવાની છૂટ આપવામાં આવી છે. જેથી રેસીડેન્ટ ડૉક્ટર બાટલા સાથે પરીક્ષા આપી રહ્યા છે. વિદ્યાર્થીઓને પરીક્ષામાં કોઈ પણ પ્રકારની અગવડતા ન પડે તે માટે તેમને અલગ રૂમની પણ ફાળવણી કરવામાં આવી છે.

ઓક્ટોબર મહિનામાં 13 દિવસના સમયમાં 629 ડેન્ગ્યુંના કેસ જામનગરની GG હોસ્પિટલમાં સામે આવ્યા છે. આ ઉપરાંત ખાનગી હોસ્પિટલમાં પણ ઘણા દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. એપ્રિલ મહિનાથી લઇને 13 ઓક્ટોબર સુધીમાં જામનગરમાં ડેન્ગ્યુંના 1,500 જેટલા કેસ નોંધાયેલા છે. રોગચાળા પર કાબુ મેળવવા માટે જામનગર જિલ્લા ઉપરાંત જૂનાગઢ, અમદાવાદ, મહેસાણા, ભરૂચ અને ખેડા સહીત સાત જેટલા જિલ્લાઓના આરોગ્ય વિભાગની ટીમ તહેનાત કરી દેવામાં આવી છે. આ આરોગ્ય વિભાગની ટીમ દ્વારા લોકોની ઘરે ઘરે જઈને લોકોના ઘરની નજીક ભરાયેલા પાણીને દૂર કરવા અને કેવી રીતે રોગચાળાથી બચી શકાય તેવી માહિતી આપી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp