ગુજરાતનો આર્મી જવાન લેહમાં ફરજ દરમિયાન શહીદ થયો

PC: youtube.com

ગુજરાતનો આર્મી જવાન લેહમાં ફરજ દરમિયાન શહીદ થયો. પરિવારજનોને આ દુખદ સમાચાર મળતા પરિવારના સભ્યો શોકમાં ગરકાવ થઇ ગયા હતા. એક રિપોર્ટ અનુસાર ચોટીલાના જીઝૂંડા ગામમાં રહેતા અને લેહ ખાતે ફરજ બજાવતા આર્મી જવાન વનરાજ શુક્રવારના રોજ લેહમાં કોઈ અકસ્માતના કારણે શહીદ થયા હતા. આ બાબતે તેમના પરિવારને જાણ કરવામાં આવી હતી. લેહમાં વાતાવરણ ખરાબ હોવાના કારણે શનિવારના રોજ આર્મી જવાન વનરાજનો મૃતદેહ આર્મી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો હતો.

પોસ્ટમોર્ટમ પૂર્ણ થયા પછી જરૂરી કાગળોની ફોર્માલીટી પૂર્ણ કરીને આર્મી જવાનના દેહને ગુજરાત લાવવામાં આવશે અને અમદાવાદના આર્મી કેમ્પમાં સલામી આપીને આર્મી જવાન વનરાજના મૃતદેહને વતનમાં મોકલવામાં આવશે. વનરાજ પાંચ વર્ષ પહેલા રાષ્ટ્રભાવનાથી પ્રેરીત થઇને આર્મીમાં જોડાયા હતા અને તેઓ આર્મીમાં ફોજી તરીકે લેહમાં ASB બટાલિયનમાં ફરજ બજાવી રહ્યા હતા. આર્મી જવાન વનરાજના પિતાનું નામ કાનાભાઈ દેગામાં છે અને માતાનું નામ રમબેન દેગામાં છે. પરિવારના સભ્યોને પુત્ર દેશ માટે શહીદ થયાનો ગર્વ છે પરંતુ પુત્ર ગુમાવ્યો હોવાનું દુખ પણ છે.

ઉલ્લેખનીય છે કે, શહાદતની આન બાન અને શાન સાથે અંતિમયાત્રા અને અંતિમવિધિ થાય તે માટે ચોટીલાના કલેકટર કે. રાજેશ અને મામલતદાર સહીતના સરકારી અધિકારીઓ સરકાર સાથે લાઈઝનીંગમાં છે. 6 મહિના પહેલા પણ ચોટીલા તાલુકાના કુઢડા ગામમાં રહેતા અને શ્રીનગર ખાતે આર્મી કેમ્પમાં ફરજ બજાવતા ભાવેશ રાઠોડ નામના જવાન શહીદ થયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp