અમરેલી જિલ્લા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખે આત્મહત્યા કરી

PC: zeenews.com

અમરેલી જિલ્લા પંચાયતના કોંગ્રેસના સભ્ય અને પૂર્વ ઉપપ્રમુખે આપઘાત કરતા ચકચાર મચી જવા પામી છે. ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી અને સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે.

રિપોર્ટ અનુસાર લીલીયાના સરડી નજીક આવેલી ત્રિલોક ફૂડ પ્રોસેસ ફેક્ટરીમાં આહીર અગ્રણી અને જિલ્લા પંચાયતના પૂર્વ સભ્ય કેસૂસ ભેડાએ આપઘાત કર્યો હતો. સુત્રોના જણાવ્યા અનુસાર કેસૂર ભેડાએ સવારના સાતથી આઠ વાગ્યાના અરસામાં આપઘાત કર્યો હોઈ શકે છે. કેસૂર ભેડાના આપઘાતની જાણ પોલીસને થતા પોલીસ કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો હતો અને સમગ્ર મામલે તપાસ શરૂ કરી હતી. પોલીસે ઘટના સ્થળની તપાસ કરતા ત્યાંથી એક સ્યૂસાઇડ નોટ પણ મળી આવી હતી. સ્યૂસાઇડ નોટમાં આર્થિક તંગીના કારણે આપઘાત કર્યો હોવાની માહિતી મળી હતી.

પોલીસે સ્યૂસાઇડ નોટ કબજે કરીને કેસૂર ભેડાના આપઘાતની પાછળ ખરેખર આર્થિક સંકણામણનું કારણ છે કે, અન્ય કોઈ પાસાઓ જોડાયેલા છે. તે બાબતે તપાસ શરૂ કરી છે. મહત્ત્વની વાત છે કે, અમરેલીમાં કેસૂર ભેડા કોંગ્રેસના ખૂબ મોટા ગજાના નેતા હતા અને તેઓ આહીર સમાજના અગ્રણી પણ હતા. અમરેલી જિલ્લા પંચાયતના ચાલુ સભ્યના આપઘાતથી કોંગ્રેસમાં પણ શોકનો માહોલ જોવા મળી રહ્યો છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp