ગોંડલમાં પુત્રના મોત પછી સાસરિયાઓએ માવતર બની પુત્રવધુનું કન્યાદાન કર્યું

PC: dainikbhaskar.com

ગોંડલના એક ખેડૂતો પરિવારે સમાજને પ્રેરણારૂપ એક ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું છે. ઘણીવાર સાસરીયા પક્ષ દ્વારા પુત્રવધુ પર કરીયાવાર ઓછો લાવવાને લઇને ત્રાસ આપવવામાં આવતો હોય છે પરંતુ ગોંડલના પટેલ પરિવારે પુત્રવધુને દીકરી સમજીને દીકરાના અવસાન પછી પુત્રવધુના અન્ય યુવક સાથે લગ્ન કરાવ્યા હતા અને જેઠ-જેઠાણીએ નાનાભાઈની વિધવાના માતા-પિતા બનીને કન્યાદાન કર્યું હતું.

એક રિપોર્ટ અનુસાર ગોંડલ તાલુકામાં આવેલા મોવિયા ગામમાં રહેતા ચંદુભાઈના કાલરીયાના દીકરા અમિતના લગ્ન આરતી નામની યુવતી સાથે થયા હતા. લગ્ન પછી અમિત અને આરતીને બે સંતાનો હતા. અમિત મોબાઈલ રીપેરીંગના કામ સાથે સંકળાયેલો હતો. ત્રણ મહિના અગાઉ અમીતનું 29 વર્ષની ઉમરે હાર્ટએટેકના કારણે મોત નીપજ્યું હતું. નાના પુત્રના અવસાનથી પરિવારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ હતી. 26 વર્ષની ઉમરે આરતી વિધવા થઇ ગઈ હતી. પુત્રવધુનું દુખ જોઈને ચંદુભાઈના પરિવારે પુત્રવધુના લગ્ન કરાવવાનું નક્કી કર્યું હતું.

સાસરીયાવાળાઓએ આરતીના લગ્ન અમરેલી જિલ્લમાં આવેલા સૂર્ય પ્રતાપગઢ ગામના મહેશ સોળીયા નામના યુવક સાથે કરાવ્યા હતા. મહેશ સોળીયાએ આરતીની સાથે-સાથે તેના બને સંતાનોને પણ સ્વીકાર્યા હતા. તો બીજી તરફ નાના ભાઈની વિધવાનું જેઠ અને જેઠાણીએ માતા-પિતા બનીને કન્યાદાન કર્યું હતું. જેમ માતા-પિતા દીકરીને કરીયાવર આપીને સાસરે મોકલે તેમ પુત્રવધુના લગ્નમાં સાસરીયાઓએ તમામ કરીયાવર આપ્યો હતો અને દીકરીની જેમ વિધવા પુત્રવધુના લગ્ન કરાવ્યા હતા અને તેને સાસરીયામાં વિદાય આપી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp