મરતી વખતે બોલી ભાભી- ભાઈને જણાવી દેજે કે મારી દીકરીનો પિતા તું છે

PC: intoday.in

સોશિયલ નેટવર્કિંગ સાઈટ રેડિટ પર એક વ્યક્તિએ અફેરનો ખુલાસો કરતા લોકોની સલાહ માંગી છે. અમેરિકાના આ વ્યક્તિએ જણાવ્યું હતું કે, તેનું તેના ભાઈ પત્ની એપ્રિલ સાથે અફેર હતું. આ અફેર લગ્ન બાદ શરૂ થયું હતું. આ દરમિયાન બંનેએ સેક્સ કર્યું અને ત્યારબાદ એપ્રિલ પ્રેગનન્ટ થઈ ગઈ.

આ અફેર માત્ર થોડાં દિવસો માટે જ હતું. બંનેએ પોતાની સહમતિથી નક્કી કર્યું હતું કે, તેની જાણ મોટાભાઈ વિલને થવા દેશે નહીં, નહીં તો તે ગુસ્સે થઈ જશે. થોડાં મહિના બાદ એપ્રિલે એક દીકરીને જન્મ આપ્યો જેનું નામ લેસી રાખવામાં આવ્યું. વ્યક્તિનું કહેવું છે કે, જે સમયે બંનેએ સેક્સ કર્યું હતું, તે પ્રમાણે વધુ સંભાવના એવી જ છે કે લેસી તેની જ દીકરી હોય.

થોડાં દિવસ બાદ જાણવા મળ્યું કે, એપ્રિલને કેન્સર છે. પત્નીની બીમારી વિશે જાણ થતા વિલ સંપૂર્ણપણે તૂટી ગયો હતો. પોતાની બીમારી દરમિયાન એપ્રિલે તે વ્યક્તિને કહ્યું હતું કે, તે ઈચ્છે છે કે, વિલ અને લેસીને એ વાતની જાણકારી થવી જોઈએ કે તે બંને વચ્ચે શું થયું હતું. તેણે તેની પાસેથી એક વાયદો પણ લીધો હતો કે વિલને બધી જ હકીકત જણાવી દેશે.

તે વ્યક્તિએ વધુમાં લખ્યું છે કે, ગત મહિને એપ્રિલનું મૃત્યુ થઈ ગયું અને મેં હજુ સુધી પોતાના ભાઈને આ વાત નથી જણાવી કે તે બંને વચ્ચે અફેર હતું. એપ્રિલના ગયા બાદથી જ વિલ દુઃખી છે અને તેને હકીકત જણાવવાની મારી હિંમત નથી થઈ રહી.

વ્યક્તિનું કહેવું હતું કે, વિલ, લેસીને પોતાની દીકરી માને છે અને તેને ખૂબ જ પ્રેમ કરે છે. એપ્રિલના ગયા બાદ લેસી જ તેનો સહારો છે. એવામાં જ્યારે તેને ખબર પડશે કે લેસી તેની દીકરી નથી, તો ખબર નહીં તે શું કરશે. આ વાતને શેર કરીને તે વ્યક્તિ એ જાણવા માગતો હતો કે, તે પોતાના મોટાભાએઈને તેના અને તેની પત્ની વચ્ચેના અફેર વિશે વાત કરે કે નહીં. તે એપ્રિલના અંતિમ ઈચ્છા પૂર્ણ કરવા માગતો હતો.

આ પોસ્ટ વાંચ્યા બાદ લોકો જાતજાતની પ્રતિક્રિયા આપી રહ્યા છે. મોટાભાગના લોકોનું કહેવું છે કે, અપ્રિલ હવે આ દુનિયામાં નથી, એવામાં વિલને આ બધી વાતો જણાવવી એ યોગ્ય નથી. લોકોનું કહેવું છે કે, આવી પરિસ્થિતિમાં આવા ભૂતકાળ વિશે જણાવવું, તેને જાણી જોઈને દુઃખ પહોંચાડવા સમાન છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp