ગર્લફ્રેન્ડને મળવા ગયો બોયફ્રેન્ડ, ગામજનોએ પકડીને કરાવી દીધા લગ્ન

PC: aajtak.in

ઉત્તર પ્રદેશના પ્રતાપગઢ જિલ્લામાં એક પ્રેમી પોતાની પ્રેમીકાને મળવા તેના ગામે પહોંચ્યો હતો. ત્યારબાદ ગ્રામજનોને લોકોને આ વાતની ખબર પડી ગઈ. માહિતી મળતા જ ગ્રામજનોએ ફૂલ-માળા, સિંદુર જેવી વસ્તુની વ્યવસ્થા કરી બંનેના લગ્ન કરાવી દીધા. તો આ આખી ઘટનામાં પોલીસનું કહેવું છે કે આયોજન દરમિયાન સોશિયલ ડિસ્ટેન્સિગનું ધ્યાન રાખવામાં આવ્યું કે નહીં અને તેમાં કેટલા લોકો સામેલ થયા હતા, આ વાતની તપાસ કરવામાં આવી રહી છે.

પ્રતાપગઢ જિલ્લાના બાઘરાય પોલીસ સ્ટેશનના કર્માજીતપટ્ટીમાં આરતી સરોજ નામની યુવતીને તેનો મલ્લાનો રહેવાસીને પ્રેમી સુરજ મળવા પુરવા પહોંચ્યો હતો. શનિવારે યુવકના પહોંચવાની જાણકારી ગ્રામજનોને મળી ગઈ હતી. ત્યારબાદ ગ્રામજનો દ્વારા તરત ફૂલમાળા જેવી વસ્તુની વ્યવસ્થા કરવામાં આવી. પછી ગ્રામજનોએ આરતી અને સૂરજના લગ્ન કરાવી દીધા. આ દરમિયાન સોશિયલ ડિસ્ટેન્સિગ સાથે માસ્ક જેવી વાતોનુ ઉલ્લંઘન કરવામાં આવ્યું. આ રીતેના લગ્નના આયોજન બાદ ગામમાં ચારે તરફ તેની ચર્ચા કરવામાં આવી રહી છે. તો આખી ઘટના પર ASP વેસ્ટ, દિનેશ દ્વિવેદીનું કહેવું છે કે, આ આખા પ્રકરણની સમીક્ષા કરવામાં આવી રહી છે.

તમને જણાવી દઈએ કે થોડા દિવસો પહેલા આવી જ એક ઘટના બની હતી બિહારમાં. બિહારમાં એક પ્રેમીને તેની પ્રેમિકાને સંતાઈને મળવા જવું ભારે પડી ગયું હતું. ગ્રામજનોએ પહેલા તો તેને બંધક બનાવી લેવામાં આવ્યો અને પછી તેની પ્રેમિકા સાથે બળજબરીપૂર્વક લગ્ન કરાવી દીધા. આ ઘટના મોતિહારી જિલ્લાના કેસરિયા પોલીસ સ્ટેશન વિસ્તારના કોન્હિયા ગામની છે. અહી રાતે પાસેના જ સાહિબગંજ ગામમાં રહેતો એક પ્રેમી પોતાની પ્રેમિકાને મળવા કોન્હિયા ગામ પહોંચ્યો હતો.

આ પ્રેમી ત્યારે મુશ્કેલીમાં મુકાઈ ગયો જ્યારે પ્રેમિકાના ગામે પહોંચવાની ખબર ગ્રામજનોને મળી ગઈ. પછી તો શું, થોડી જ વારમાં ગામના સેકડો લોકો એકઠા થઈ ગયા અને પ્રેમીને પકડીને તેને બંધક બનાવી દીધો. પ્રેમીને બંધક બનાવ્યા બાદ ઉતાવળથી મોડી રાતે ગ્રામ પંચાયત પણ બોલાવવામાં આવી, જ્યાં પંચોએ એ નિર્ણય લીધો કે પ્રેમી અને પ્રેમિકાના બળજબરીપૂર્વક લગ્ન કરાવવામાં આવે. રસપ્રદ વાત એ રહી કે પંચોએ પોતાનો નિર્ણય સંભળાવવા પહેલા છોકરીને તેની મરજી પૂછી તો તેણે પણ પોતાના પ્રેમી સાથે લગ્ન કરવાની તરત હા પાડી દીધી. ત્યારબાદ સ્થાનિક એક પંડિતને બોલાવવામાં આવ્યો અને પછી પ્રેમી અને પ્રેમિકાના રાતે જ લગ્ન કરાવી દીધા. ગામમાં જ્યારે આ આખી ઘટના બની રહી હતી તો એ દરમિયાન પોલીસ પણ ત્યાં હાજર હતી અને પોલીસની હાજરીમાં પંચાયતે પોતાનો નિર્ણય સંભળાવ્યો હતો. ત્યારબાદ પ્રેમી અને તેની પ્રેમિકાના લગ્ન થઈ ગયા.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp