કોણ વધુ સેક્સ કરે છે? શાકાહારી કે માંસાહારી, જાણો

PC: abraxasnu.com

મહિલા અને પુરુષો તો તુલના થતી જ રહે છે, સાથે જ માંસાહારી અને શાકાહારી લોકો વચ્ચે પણ સરખામણી થતી રહે છે. લોકો કહે છે કે, નોનવેજ ખાનારા વધુ શક્તિશાળી હોય છે, જ્યારે ઘણા લોકોનું કહેવું છે કે, માંસ-મચ્છી ખાવાથી નુકસાન થાય છે. પરંતુ શાકાહારી અને માંસાહારીમાંથી સેક્સ કોણ વધુ કરે છે, તે પણ એક સવાલ રહ્યો છે, જેનો જવાબ આજે અમે તમને આપવા જઈ રહ્યા છે. એક મીટ કંપની દ્વારા માંસાહારી અને શાકાહારી લોકો વચ્ચે કરાવવામાં આવેલા સરવેમાં ચોંકાવનારી વિગતો બહાર આવી હતી.

સરવેમાં જાણવા મળ્યું હતું કે, દિવસમાં એક વાર માંસ ખાનારા 42% લોકો અઠવાડિયામાં ઓછામાં ઓછું એકવાર સેક્સ કરે છે, જ્યારે શાકાહારી લોકો અને એવા લોકો જે 15 દિવસે એકવાર માંસ ખાતા હોય તેમાંથી ફક્ત 16% લોકો જ એવા હોય છે જે અઠવાડિયામાં એક વાર સેક્સ કરે છે. આ સરવે UKમા થયો હતો, જેમાં બ્રિટનના 2 હજાર લોકોએ ભાગ લીધો હતો.

પરંતુ અલગ-અલગ દેશોમાં આ આંકડા અલગ-અલગ છે. સૌથી વધુ 49% કામુક માંસાહારી વેલ્સમાં જોવા મળ્યા હતા, જ્યારં ઈંગ્લેન્ડમાં 46% અને સ્કોટલેન્ડમાં 40% કામુક માંસાહારી જોવા મળ્યા હતા.

જો જૂની રિસર્ચની વાત કરીએ તો તેમાં શાકાહારી બાજી મારી જાય છે. થોડા સમય પહેલા થયેલી એક સ્ટડીમાં જાણવા મળ્યું હતું કે, વેજિટેરિયન એટલે કે શાકાહારી લોકો સેક્સ કરવાના મામલે માંસાહારી લોકો કરતા શ્રેષ્ઠ હોય છે. જો કે મોટાભાગના લોકો આને નથી માનતા. તેમનું કહેવું છે કે, સેક્સ વ્યક્તિ પર નિર્ભર કરે છે, તે પછી માંસાહારી હોય કે શાકાહારી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp