સેક્સ દરમિયાન આ પોઝીશનને ભારતીયો માને છે શ્રેષ્ઠ

PC: thairath.co.th

ભારતમાં 62 ટકા પુરુષો અને 58 ટકા મહિલાઓ તેમની સેક્સ લાઇફથી સંપૂર્ણ સંતુષ્ટ છે. જાતીય પસંદગીમાં પણ લોકોએ તેમની પસંગીની પોઝીશન પણ જાહેર કરી છે. ચાલો જાણીએ કે બેડ પર ભાગીદાર સાથેના રોમાંસ દરમિયાન ભારતીય કઈ પોઝીશનમાં વધુ આરામદાયક લાગે છે. ઇન્ડિયા ટુડે સેક્સ સર્વે 2019માં એકત્રિત થયેલી માહિતી અનુસાર, અહીં ભારતીયની સૌથી પ્રિય સ્થિતિ 'મિશનરી' એટલે કે 'ઓન ધ ટોપ' છે. સર્વેમાં 40 ટકા ભારતીયોએ જણાવ્યું હતું કે રોમાંસ દરમિયાન પુરુષોની ટોપ પર હોવાને કારણે તેઓ આ ક્ષણનો વધુ આનંદ લે છે. જ્યારે 22.6% ભારતીયો સ્ત્રી પાર્ટનરને ટોપ પર રાખવાનું પસંદ કરે છે.

એક અહેવાલ મુજબ, મિશનરી (મેન ઓન ધ ટોપ)માં સ્ત્રીઓ પુરુષોને વધુ સારી રીતે નિયંત્રિત કરવામાં સક્ષમ છે. આ સ્થિતિમાં મહિલાઓ અને પુરુષો સામ-સામે હોય છે. બ્રિટન અને અમેરિકામાં કરવામાં આવેલા સંશોધનથી એ પણ સાબિત થયું છે કે મિશનરી એ આખી દુનિયાની બીજી સૌથી પસંદગીની પોઝીશન છે.

જો કે, છેલ્લા દોઢ દાયકામાં, સેક્સ પોઝિશન્સ વિશે લોકોના વિચારમાં મોટો તફાવત જોવા મળ્યો છે. મહિલાઓને ટોપ પર પસંદ કરનારાઓની ટકાવારી 2003 થી 2012 દરમિયાન 10-15 ટકાની વચ્ચે રહી હતી, જ્યારે 22 ટકા લોકોએ 2019 માં તેને પસંદ કરવાનું શરૂ કર્યું હતું. જ્યારે પુરૂષોને ટોપ પર પસંદ કરનારઓની ટકાવારી 2012 માં 59 ટકાથી ઘટીને 40 ટકા થઈ ગઈ છે. 2003માં, ઇન્ડિયા ટુડેના આ જ સર્વેમાં, 53 ટકા પુરુષો દ્વારા મિશનરી પોઝીશન પસંદ કરવામાં આવી હતી. જ્યારે માત્ર 10 ટકા લોકોએ તેની અપોઝીટ સ્થિતિમાં રસ દાખવ્યો હતો. જેમ કે સ્ત્રીઓ આત્મનિર્ભર બની રહી છે, બેડરૂમમાં પણ તેઓ તેમની પસંદગી દર્શાવવામાં અચકાતી નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp