અમરેલીમાં 900 કરોડની જમીન હડપવા સરદાર પટેલ અને ડૉ.આંબેડકરની ખોટી સહીઓ કરી પણ..

PC: cloudfront.net

(પ્રશાંત દયાળ)આપણે ત્યાં ઠગોની કમી નથી,વર્ષો અગાઉ તાજમહાલ અને લાલ કિલ્લો વેંચનાર ઠગો વેંચવા નિકળ્યા હોવાની હકિકત બહાર આવી હતી, પણ હવે અમરેલીના ઠગોએ અમરેલીમાં આવેલી સરકારી જમીન જેમાં ડીએસપી સહિત અનેક સરકારી કચેરીઓ અને સરકારી બંગલા આવ્યા છે તેવી કિમંતી જમીનના વારસદાર પોતે હોવાનો દાવો કરી અમરેલી કલેકટર સામે વર્ષો પુરાણા દસ્તાવેજો રજુ કર્યા હતા.

જેમાં સરદાર પટેલ અને ડૉ ભીમરાવ આંબેડકર સહિત અને સ્વતંત્રતા સેનાઓની હસ્તાક્ષર હતા. આ સમગ્ર મામલે અમરેલી કલેકટરે ડીએસપી નીર્લીપ્ત રાયને તપાસ કરવાનો આદેશ આપતા,ઠગો દ્વારા રજુ કરવામાં આવેલા દસ્તાવેજોને પરિક્ષણ અર્થે ફોરેન્સિક લેબોરેટરીમાં હેન્ડરાઈટીંગ એકસપર્ટને મોકલી આપતા સમગ્ર ભાંડો ફુટયો હતો અને સરદાર સાહેબ અને આંબેડકર સહિતના નેતાઓની ખોટી સહી હોવાનું બહાર આવ્યુ હતું. 900 કરોડની સરકારી જમીન પચાવી પાડવાનો કારસો રચનાર ગેંગ સામે પોલીસે ગુનો નોંધી બે આરોપીઓને ઝડપી લીધા છે.જેમાં મુખ્ય આરોપી જે ફરાર છે તેની ઉમંર 75 વર્ષની છે.

અમરેલીના કલેકટર સામે વલીભાઈ સુલેમાન મેતર,જે મુળ અમરેલીના છે,પણ હાલમાં વલસાડ રહે છે તેઓ તેમજ તેમણે જેમને પાવર ઓફ એર્ટની આપ્યા છે તેવા વિનોદ ભાડ અને યુસુફભાઈ મોતીવાલાએ અરજ કરી દાવો કર્યો હતો. અમરેલીની સરકારી જમીન જે તેમની પૈતૃક જમીન છે,અને તેમના પિતૃઓએ આ જમીન સરકારને ભાડા પેટે આપી હતી.જેની મુળ માલિકી તેમની હોવાને કારણે સરકારી રેકોર્ડમાં માલિક તરીકે તેમના નામ સામેલ કરવામાં આવે. વલીભાઈએ આ અરજી સાથે સરકારને આ જમીન તેમના દાદાએ ભાડા પટ્ટે આપી હોવાના પુરાવા રજુ કર્યા હતા. જેની ઉપર સરદાર પટેલ અને ભીવરાવ આંબેડકરની સહી હતી.આ ઉપરાંત વલીભાઈનો દાવો હતો કે તેમના દાદા ગાંધીજીના પણ અંગત હતા અને દાંડીયાત્રામાં તેઓ સામેલ હતા.

આ પ્રકારે સરકારી જમીનના માલિક હોવાનો દાવો થતાં અમરેલીના કલેકટર દ્વારા સરકારી રેકોર્ડ ચેક કરવામાં આવતા આ પ્રકારનો કોઈ આધાર અને દસ્તાવેજો મળી આવ્યા નહી. જેના કારણે કલેકટર દ્વારા આ મામલે ડીએસપી નીર્લીપ્ત રાયને તપાસ કરવાનો આદેશ આપ્યો હતો.આ અગાઉ વલીભાઈ મેતરે પોતે જમીન માલિક છે તેવો દાવો કરી અમરેલીના અનેક બાંધકામો અટકાવ્યા હતા. ગુજરાત હાઈકોર્ટમાં અરજીઓ પણ કરી હતી.આ મામલે અમરેલી પોલીસે તપાસ શરૂ કરી જમીન માલિકીનો દાવો કરનારના નિવેદન નોંધ્યા હતા.સાથે વિવિધ સરકારી દફતરમાં જઈ દસ્તાવેજો તપાસ્યા હતા સાથે જે દસ્તાવેજ રજુ કરવામાં આવ્યો હતો તેને ફોરેનસીક વિભાગના હેન્ડરાઈટીંગ અને ફોટોગ્રાફી એકસપર્ટને મોકલી પરિક્ષણ કરાવ્યુ હતું.

દરમિયાનમાં ફોરેનસીક એકસપર્ટનો અભિપ્રાય આવ્યો હતો જેમાં જણાવ્યુ હતું કે દસ્તાવેજ પૌરાણીક છે તેવુ બતાડવામાં આવ્યુ છે પણ ખરેખર તેવુ નથી,જેમાં જે મહાનુભાવોની સહીઓ છે,તે ખોટી છે અને તેની ઉપર જે સીક્કા લાગ્યા છે તે અન્ય કોઈ દસ્તાવેજો ઉપર લઈ અહિયા મુકવામાં આવ્યા છે.આ રીપોર્ટના આધારે 900 કરોડની સરકારી જમીન હડપ કરી જવાનો કારસો રચનાર સામે પોલીસે ગુનો નોંધ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp