ધાર્મિક સ્થળોને જમીનની ખેરાતથી હાઇકોર્ટ નારાજ જાણો શું કડક ટીપ્પણી કરી

PC: youtube.com

સરકારી જમીનો ધાર્મિક સંપ્રદાયને દાનમાં આપવા પર હાઇકોર્ટે સખત નારાજગી વ્યકત કરીને કડક ભાષામાં ટીપ્પણી કરતા કહ્યું છે કે જયારે પુરો દેશ ધાર્મિક સ્થળોથી ભરેલો છે ત્યારે ગુજરાત સરકાર કોઇ વ્યકિત કે ખાસ ધાર્મિક સંપ્રદાયને સાર્વજનિક હેતુ માટેની જમીન દાનમાં ન આપે.કોર્ટે કહ્યું કે સાર્વજનિક હેતુ માટે રાખવામાં આવેલી જમીન શહેરી નિયાોજન અને નાગરીકોની સુવિધા માટે ઉપયોગમાં લેવામાં આવે.રાજકોટના એક ત્રિપક્ષીય જમીન વિવાદના કેસમાં હાઇકોર્ટે કડક આલોચના કરી હતી.

રાજકોટ પાલિકાએ વર્ષ 2005માં 577 સ્કેવર ફુટ જમીન આદિનાથ સ્થાનકવાસી જૈન સંઘને વેચવાનો નિર્ણય કર્યો હતો.જેનો નાલંદા કો. ઓ. હાઉસીંગ સોસાયટીએ વિરોધ કર્યો હતો.સોસાયટીનો દાવો હતો કે આ જમીન તેમની છે અને રાજકોટ પાલિકાએ સાર્વજનિક હેતુ માટે નક્કી કરેલી છે.રાજકોટ પાલિકા, કો. ઓ. હાઉસીંગ સોસાયટી અને ધાર્મિક ટ્રસ્ટના આ ત્રિપક્ષીય કેસમાં ગુજરાત હાઇકોર્ટે કહ્યું પાલિકાને અમે એ યાદ અપાવવા માંગીએ છીએ કે રાજયની સાર્વજનિક જમીન દાનના રૂપમાં કોઇ ખાસ વ્યકિત કે કોઇ ખાસ ધાર્મિક સંપ્રદાયને દાનમાં ન આપી શકાય.કોર્ટે વધુમાં કહ્યું કે સાર્વજનિક જમીનનો ઉપયોગ રસ્તાને પહોળા કરવા, પાઇપ લાઇન કે ડ્રેનેડના ઉપયોગ માટે લઇ શકાય.

ગુજરાત હાઇકોર્ટે આ કેસમાં વિશેષ ટીપ્પણી કરતા એમ પણ કહ્યું કે નગર પાલિકા પાસે એ અપેક્ષા રાખવામાં આવે છે કે સાર્વજનિક હેતુ માટે રાખવામાં આવેલી જમીન શહેરી નિયાોજન અને નાગરીકોની સુવિધાના ઉપયોગમાં જ લેવાવી જોઇએ. દેશ પુરો ધાર્મિક સ્થળોથી ભરેલો છે, રાજયની સાર્વજનિક જમીન માત્ર માગવાથી ધાર્મિક સંપ્રદાયને ન આપી શકાય,

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp