વધુ આ 6 ટાઉન પ્લાનીંગ સ્કીમ મંજૂર કરતા મુખ્યમંત્રી રૂપાણી

PC: Khabarchhe.com

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નગરોના સુગ્રથિત વિકાસની પ્રતિબદ્ધતા સાથે વર્ષ 2019ના 09 જ માસમાં 72 TP અને 10 DP યોજનાઓ મળી કુલ 82 યોજનાઓ મંજૂર કરી છે. વિજય રૂપાણીએ 2018ના વર્ષમાં નગર રચના યોજનાઓ મંજૂર કરવાનો શતક રાજ્યના ઇતિહાસમાં પ્રથમવાર પૂર્ણ કર્યા બાદ હવે, 2019 માં પણ આવી મંજૂરીની સદી તરફ વિકાસકૂચ જારી રાખી છે. તેમણે TP DP માં ઝિરો પેન્ડન્સીનો લક્ષ્ય રાખવાની વિભાગને સૂચનાઓ આપી છે.

મુખ્યમંત્રીએ અમદાવાદની 01 ડ્રાફ્ટ તથા 1 પ્રીલીમીનરી તેમજ સુરતની 02 પ્રીલીમીનરી અને રાજકોટની 01 વેરીડ પ્રીલીમીનરી તથા વડોદરાની 01 ફાયનલ વેરીડ TP મળીને કુલ 06 ટાઉન પ્લાનીંગ સ્કીમને એક જ દિવસમાં મંજૂરી આપી છે.

તેમણે અમદાવાદની ડ્રાફ્ટ TP સ્કીમ 440 (ચેખલા-ગોધાવી-ગરોડીયા-વાંસજડા-ઢેડીયા-ઉનાલી)ને મંજૂરી આપી છે. મુખ્યમંત્રીએ શહેરોના અદ્યતન અને સુવિધાયુક્ત વિકાસને વેગ આપવા જે અમદાવાદની ડ્રાફ્ટ TP મંજૂર કરી છે, તેના પરીણામે અમદાવાદ મહાનગરમાં વધુ 330 હેકટર્સ ઉપરાંતની જમીનનો સુઆયોજીત વિકાસ થશે અને રૂ. 350 કરોડના અંદાજીત કામોને તેમજ એફોર્ડેબલ હાઉસીંગના નિર્માણને આ શહેરના બાહ્ય વિસ્તારની TP મંજૂર થતાં વેગ મળવાનો છે.

આ ડ્રાફ્ટ યોજના મંજૂર થવાથી 97,471 ચો.મી.ની આર્થિક અને સામાજીક રીતે નબળા વર્ગના રહેઠાણ માટે, 95,961 ચો.મી. જમીન જાહેર સુવિધા માટે, 107116 ચો.મી. પ્લેગ્રાઉન્ડ/બગીચા માટે અને 4000 ચો.મી. સ્કુલના હેતુ માટે તેમજ 6,73,459 ચો.મી. જમીન રસ્તા માટે પ્રાપ્ત થશે. પરિણામે હવે અમદાવાદની દુરના ગામો પણ સુઆયોજીત વિકાસનો લાભ મેળવી શકશે. મુખ્યમંત્રીએ અમદાવાદ, સુરત અને રાજકોટની મળીને જે ચાર પ્રીલીમીનરી TP ને મંજૂરી આપી છે તેના પરીણામે આ શહેરોમાં અંદાજે 325 હેકટર્સ ઉપરાંતની જમીન પર સુવિધાયુક્ત વિકાસ થશે.

અમદાવાદની TP સ્કીમ નં. 82 (લાંભા-લક્ષ્મીપુરા-2), સુરતની TP નં. 30 (વણખલા-ઓખા-વિહોલ) અને TP સ્કીમ નં. 43 (જહાંગીરાબાદ) તેમજ રાજકોટની TP સ્કીમ નં. 6 (પ્રથમ વેરીડ)નો સમાવેશ થાય છે. જ્યારે વડોદરાની એક ફાયનલ વેરીડ TP નં. 2 (સેવાસી) પણ મંજૂર કરવામાં આવી છે.  સુરતની બે પ્રારંભીક TP સ્કીમ મંજૂર થવાથી સુરત શહેરને આશરે 1,99,587 ચો.મી. જમીન વેચાણના હેતુ માટે 1,19,862 ચો.મી. જમીન SEWSH માટે, 1,56,867 ચો.મી. જમીન જાહેર સુવિધા માટે અને 52,714 ચો.મી. જમીન બાગ બગીચા, ખુલ્લી જગ્યા માટે સંપ્રાપ્ત થશે.

આજ રીતે અમદાવાદ શહેરમાં લાંભા-લક્ષ્મીપુરા વિસ્તારમાં 32,374 ચો.મી. જાહેર હેતુ માટે તથા 48,547 ચો.મી. જાહેર હેતુ માટે તથા 48,547 ચો.મી. જમીન બાગબગીચા તેમજ વેચાણના હેતુ માટે 70,547 ચો.મી. અને SEWSH માટે 40,264 ચો.મી. જમીન સંપ્રાપ્ત થશે. સત્તામંડળને સંપ્રાપ્ત થતી જમીનોથી આંતરમાળખાકીય સવલતો વધશે તો ખાનગી જમીન માલિકોનો વિકાસ કરવામાં વેગ મળશે.

વિજય રૂપાણીએ પારદર્શીતા અને નિર્ણયકતાના અભિગમ સાથે નવી અથવા વર્ષો જુની એમ કોઇ પણ TP સ્કીમને ત્વરીત નિર્ણય તેમજ પોઝીટીવ એપ્રોચ સાથે મંજૂરી આપવાની અભિનવ પહેલ કરી છે. કોઇ કિસ્સામાં વિસંગતતા જણાય તો તે અંગે જરૂરી સુધારા કરીને પણ નાગરીકોને વિના વિલંબે વિકાસના લાભ આપવા TP, ડીપી સ્કીમની ત્વરાએ મંજૂરીઓ હવે રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવે છે. મુખ્યમંત્રીએ જે ઝડપે ડ્રાફ્ટ સ્કીમને મંજૂરી અપાય છે તે જ ગતિએ આ ડ્રાફ્ટ TP માં વિશેષ કરીને રસ્તા અને ઇન્ફ્રાસ્ટ્રકચર ફેસેલીટીઝનું અમલીકરણ થાય તેવી સૂચનાઓ પણ આપી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp