રાજ્યની આ 7 ટાઉન પ્લાનીંગ સ્કીમ મંજૂર કરતા મુખ્યમંત્રી રૂપાણી

PC: facebook.com/vijayrupanibjp

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નગરોના સુગ્રથિત વિકાસની પ્રતિબદ્ધતા સાથે વર્ષ 2020ના પ્રથમ બે માસમાં જ 7 TP અને 1 ફાયનલ DP યોજનાઓ અને વિજાપુર ડેવલપમેન્ટ પ્લાન સહિત કુલ-9 યોજનાઓ મંજૂર કરી છે. વિજય રૂપાણીએ 2019 અને 2019માં એમ સતત બે વાર નગર રચના યોજનાઓ મંજૂર કરવાનો શતક રાજ્યના ઇતિહાસમાં પ્રથમવાર પૂર્ણ કર્યા બાદ હવે, 2020માં પણ આવી ત્વરિત મંજૂરીની વિકાસકૂચ જારી રાખવાની પ્રતિબદ્ધતા દર્શાવી છે. તેમણે TP DP માં ઝિરો પેન્ડન્સીનો લક્ષ્ય રાખવાની વિભાગને સ્પષ્ટ સૂચનાઓ આપી છે.

મુખ્યમંત્રીએ અમદાવાદની 02 ડ્રાફ્ટ TP તથા 2 ફાયનલ TP તેમજ અમદાવાદ-મહેસાણા અને ભાવનગરની 1-1 એમ 3 પ્રિલિમીનરી TP મળી કુલ 7 તથા વિજાપુર નગરના ડેવલપમેન્ટ પ્લાનને એક જ દિવસમાં આખરી મંજૂરી આપી છે. તેમણે અમદાવાદની 2 ડ્રાફ્ટ TP સ્કીમ 419 (ગામડી-રોપડા) તેમજ TP 152 (સાંતેજ-રકનપુર) અને ફાયનલ TP સ્કીમ 53 (બી) શીલજ અને 103 (નિકોલ)ને મંજૂરી આપી છે.

મુખ્યમંત્રીએ લાંબા સમયથી અટવાયેલી મહેસાણાની પ્રિલિમીનરી TP સ્ક્રીમ નં.4, અમદાવાદની પ્રિલમીનરી 99 (વટવા-2) તથા ભાવનગર શહેરની TP સ્ક્રીમ નં-9 (રૂવા) પણ મંજૂરી કરી છે. મુખ્યમંત્રીએ શહેરોના અદ્યતન અને સુવિધાયુક્ત વિકાસને વેગ આપવા અમદાવાદની 2 ડ્રાફ્ટ TP સ્કીમ 419 અને 152 મંજૂર કરી છે તેના પરીણામે અમદાવાદ શહેરથી પ્રમાણમાં દૂરના ગામો ગામડી, રોપડા, સાંતેજ અને રકનપુરમાં પણ સુઆયોજીત વિકાસ અને ઇન્ફ્રાસ્ટ્રચર ફેસેલિટીઝનો લાભ મળશે.

આશરે 200 હેકટરની આ 2 TPમાં સત્તામંડળને કુલ 71 જેટલા જાહેર હેતુના પ્લોટ મળશે. બાગબગીચા અને ખૂલ્લી જગ્યા માટે 1 લાખ 54 હજાર ચો.મીટર તથા સામાજીક અને નબળા વર્ગના રહેઠાણ માટે 99,953 ચો.મીટર જમીન પ્રાપ્ત થવાની છે. વિજય રૂપાણીએ અમદાવાદની પ્રિલિમીનરી TP સ્ક્રીમ નં.99 (વટવા-2) મંજૂર કરતા વટવા વિસ્તારમાં સત્તામંડળને જાહેર હેતુ માટે કુલ 1,15,121 ચો.મીટર ક્ષેત્રફળના કુલ-26 પ્લોટ સંમ્પ્રાપ્ત થશે.

મુખ્યમંત્રીએ મહેસાણા શહેરની પ્રિલિમીનરી TP સ્ક્રીમ નં. 4 ને આપેલી મંજૂરીને પરિણામે આશરે 100 હેકટર વિસ્તારમાં જાહેર સુવિધા માટે 22,923 ચો.મીટર તેમજ બાગબગીચા અને રમત-ગમતના મેદાન માટે 30,909 ચો.મીટર અને આર્થિક રીતે નબળા વર્ગના લોકોના રહેઠાણ માટે 57,473 ચો.મીટર જમીન પ્રાપ્ત થવાની છે. વિજય રૂપાણીએ સૌરાષ્ટ્રના ભાવનગર શહેરની પ્રિલિમીનરી TP સ્ક્રીમ નં. 9 (રૂવા) મંજૂરી કરી છે, આથી ભાવનગર શહેરમાં 100 હેકટર વિસ્તારમાં જાહેર સુવિધા માટે 17,915 ચો.મીટર બાગ-બગીચા અને રમત-ગમતના મેદાન માટે 2,590 ચો.મીટર અને આર્થિક રીતે નબળા વર્ગના લોકના રહેઠાણ માટે 33,299 ચો.મીટર જમીન પ્રાપ્ત થશે.

અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે આ પ્રિમિલીનરી સ્કીમ મંજૂર થયેથી સંબંધિત સત્તામંડળ તેને જાહેર સુવિધા માટે સમ્પ્રાપ્ત થતા પ્લોટમાં તાત્કાલિક કબજો મેળવીને વિકાસ કરી શકે છે. વિજય રૂપાણીએ પારદર્શીતા અને નિર્ણાયકતાના અભિગમ સાથે નવી અથવા વર્ષો જુની એમ કોઇ પણ TP સ્કીમને ત્વરીત નિર્ણય તેમજ પોઝીટીવ એપ્રોચ સાથે મંજૂરી આપવાની અભિનવ પહેલ કરી છે. એટલું જ નહિં, જે ઝડપે ડ્રાફ્ટ સ્કીમને મંજૂરી અપાય છે તે જ ગતિએ આ ડ્રાફ્ટ TP માં વિશેષ કરીને રસ્તા અને ઇન્ફ્રાસ્ટ્રકચર ફેસેલીટીઝનું અમલીકરણ થાય તેવી સૂચનાઓ પણ મુખ્યમંત્રીએ આપી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp