સોનિયા ગાંધીએ કહ્યું- અમિત શાહને રાજીનામું આપવું જોઇએ, પૂછ્યા આ 5 સવાલ

PC: khabarchhe.com

કોંગ્રેસના અંતરિમ અધ્યક્ષ સોનિયા ગાંધીએ બુધવારે પ્રેસ કોન્ફરન્સમાં દિલ્હીમાં થયેલી હિંસા માટે ગૃહ મંત્રી અમિત શાહને જવાબદાર ગણાવ્યા છે. તેમણે કહ્યું- છેલ્લાં કેટલાક દિવસોથી થઈ રહેલી હિંસા સમજી-વિચારીને કરવામાં આવી રહી છે. દિલ્હી ચૂંટણીના સમયે પણ આવુ જોવા મળ્યું હતું. BJPના નેતાઓએ ભડકાવનારું નિવેદન આપીને આ હિંસાને વધુ ભડકાવી છે. એક BJP નેતાએ ગત રવિવારે પણ પોલીસને ત્રણ દિવસનું એલ્ટીમેટમ આપતા ભડકાઉ ભાષણ આપ્યું હતું. ગૃહ મંત્રી અમિત શાહે રાજીનામુ આપી દેવુ જોઈએ.

તેમણે કહ્યું- કેન્દ્ર સરકાર અને દિલ્હી પોલીસ દ્વારા યોગ્ય સમયે કાર્યવાહી ન કરવાના કારણે 20 લોકોના જીવ ગયા છે. એક પોલીસકર્મીનું પણ મૃત્યુ થયું છે. કોંગ્રેસ કાર્યસમિતિ તમામ પીડિતોના પરિવારોની સાથે ઊંડી સંવેદનાઓ વ્યક્ત કરે છે. સમગ્ર સ્થિતિને જોતા કોંગ્રેસ સમિતિનું માનવું છે કે, દિલ્હીમાં હાલની સ્થિતિ માટે કેન્દ્ર સરકાર ખાસ કરીને ગૃહ મંત્રી જવાબદાર છે. તેમણે જવાબદારી સ્વીકારીને રાજીનામુ આપી દેવુ જોઈએ. સોનિયા ગાંધીએ કહ્યું હતું કે, દિલ્હી સરકાર પણ શાંતિ જાળવી રાખવામાં નિષ્ફળ સાબિત થઈ. બંને સરકારોની નિષ્ફળતાના કારણે દિલ્હી આ ઘટનાનો શિકાર બન્યું.

કોંગ્રેસે દેશ તરફથી પૂછ્યા આ 5 સવાલઃ

  • ગૃહ મંત્રી અત્યારસુધી ક્યાં હતા અને શું કરી રહ્યા હતા?
  • મુખ્યમંત્રી કેજરીવાલ અત્યારસુધી ક્યાં હતા અને શું કરી રહ્યા હતા?
  • અત્યારસુધીમાં કઈ-કઈ જાણકારી મેળવવામાં આવી અને શું કાર્યવાહી કરવામાં આવી?
  • દિલ્હીના અસરગ્રસ્ત વિસ્તારોમાં કેટલા પોલીસ બળ તહેનાત કરવામાં આવ્યા?
  • દિલ્હીમાં જ્યારે પરિસ્થિતિ બેકાબૂ થઈ ગઈ હતી, ત્યારે એવામાં સેન્ટ્રલ પેરામિલિટ્રી ફોર્સ શા માટે બોલાવવામાં ન આવી?

આ પહેલા મંગળવારે મોડી રાત સુધી ચાલેલી પાર્ટીના ક્વિક એક્શન ગ્રુપની બેઠકમાં દિલ્હી દંગા પર કેન્દ્ર સરકારની નિષ્ફળતાને લઈને કડક વલણ અપનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp