સાવરકર પર આપેલા રાહુલના નિવેદન પર શિવસેનાએ જાણો શું કહ્યું

PC: youtube.com

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આજે ભારત બચાવો રેલીમાં કહ્યું હતું કે, મારું નામ રાહુલ સાવરકર નથી, મારું નામ રાહુલ ગાંધી છે. હું મરી જઇશ પણ માફી નહીં માગું. માફી નરેન્દ્ર મોદીને માગવાની છે. તેમના આ નિવેદન બાદ ભારતીય જનતા પાર્ટીએ તેમના પર આકરા પ્રહારો કર્યા હતા. એટલું જ નહીં ભાજપે શિવસેનાને પણ સવાલ કર્યા હતા અમે રાહુલે સાવરકર પર આપેલા નિવેદન પર શિવસેનાના રિએક્શનની રાહ જોઇએ છીએ.

આના પર શિવસેનાના નેતા સંજય રાઉતે બે ટ્વીટ કરીને જવાબ આપ્યો હતો અને કોંગ્રેસને ટાર્ગેટ કરતા સંજય રાઉતે લખ્યું હતું કે, વીર સાવરકર ફક્ત મહારાષ્ટ્ર જ નહીં, પરંતુ દેશના દેવતા છે. સાવરકાર નામમાં રાષ્ટ્ર અભિમાન અને સ્વાભિમાન છે. નેહરુ-ગાંધીની જેમ જ સાવરકરે પણ જીવન સમર્પિત કર્યું હતું. આ દેવતાનું સન્માન કરવું જોઇએ. આમાં કોઇ સમાધાન નહીં કરવામાં આવે. જય હિંદ.

આ સિવાય સંજય રાઉતે બીજી એક ટ્વીટમાં લખ્યું હતું કે, અમે પંડિત નેહરુ, મહાત્મા ગાંધીને માનીએ છીએ. તમે પણ વીર સાવરકરનું અપમાન ન કરો. જે સમજદાર હોય છે, તેને વધુ જણાવવાની જરૂર નથી હોતી. જય હિંદ.

રાહુલ ગાંધીનું નિવેદન...

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી પર આકરા શાબ્દિક પ્રહારો કર્યા હતા. તેમણે રેલીમાં કહ્યું હતું કે,  આટલા નાના મેદાનમાં આટલા બધા બબ્બર શેર અને શેરનિયા ક્યાંથી આવ્યા. અમારા કોંગ્રેસના કાર્યકર્તા કોઇનાથી નથી ડરતા. એક ઇંચ પાછળ નથી હટતા. દેશ માટે પોતાનો જીવ આપવાથી નથી ડરતા. એ લોકોએ મને કહ્યું મારે માફી માગવી જોઇએ.

હું માફી માગું. મારું નામ રાહુલ સાવરકર નથી, મારું નામ રાહુલ ગાંધી છે. હું મરી જઇશ પણ માફી નહીં માગું. માફી નરેન્દ્ર મોદીને માગવાની છે. મોદીને દેશથી માફી માગવાની છે. અમિત શાહને દેશથી માફી માગવાની છે. કેમ માગવાની છે, તે જણાવવા હું આજે આવ્યું છું. આ દેશની આત્મા આ દેશની શક્તિ તેની અર્થવ્યવસ્થા હતી. આખી દુનિયા જોતી હતી કે ઇન્ડિયામાં શું થઇ રહ્યું છે.

રાહુલે કહ્યું હતું કે, વિશ્વનું ભવિષ્ય ચીન અને ભારત હતું અને આજે તેઓ ડુંગળી પકડી રહ્યા છે. ભારતની અર્થવ્યવસ્થા ખુદ મોદીએ નાશ કરી દીધી છે. તમને યાદ હશે કે રાત્રે આઠ વાગ્યે, ટીવી પર આવીને કહ્યું હતું કે, ભાઈઓ-બહેનો… નરેન્દ્ર મોદીએ એવી ઇજા પહોંચાડી કે આજદિન સુધી થયેલું નુકસાન ઠીક નથી થયું. તમને ખોટું બોલે છે કે કાળા નાણાં સામે લડત છે, ભ્રષ્ટાચારને ખતમ કરવાનો છે.  તમારા ખિસ્સામાંથી તેમણે પૈસા કાઢીને અંબાણી અને અદાણીને આપી દીધા. તે પછી ગબ્બરસિંહ ટેક્સ.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp