લક્ષચંડી યજ્ઞમાં ગૃહમંત્રી અમિત શાહનો વિરોધ કરવા પાટીદારોએ શરૂ કર્યું આ અભિયાન

PC: maaumiya.com

મહેસાણાના ઊંઝામાં 18થી 22 ડિસેમ્બરના રોજ ઉમિયા માતાજીના લક્ષચંડી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. આ મહાયજ્ઞમાં લાખો લોકોની ભીડ ઉમટવાની છે. જેથી તંત્ર અને મંદિર ટ્રસ્ટ દ્વારા તાડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. મહાયજ્ઞ માટે ઊંઝાના ઐઠોર રોડ પર 700 વીઘા જમીનમાં વિશાળ ઉમાનગર તૈયાર કરવામાં આવ્યું છે. તો બીજી તરફ આ ધાર્મિક કાર્યક્રમમાં ભાજપ અને કોંગ્રેસના નેતાઓને પણ હાજરી આપવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે પરંતુ આ કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને ટ્રસ્ટ દ્વારા આમંત્રણ આપવામાં આવતા પાટીદારો અમિત શાહનો વિરોધ કરી રહ્યા છે.

જેમ જેમ યજ્ઞની તારીખ નજીક આવી રહી છે, તેમ તેમ વિરોધ વધુ થઇ રહ્યો છે. હવે પાટીદાર સમાજના યુવકો દ્વારા લક્ષચંડી મહાયજ્ઞમાં અમિત શાહનો વિરોધ કરવા માટે એક મિસકોલ અભિયાન પણ શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાનને લઇને ફોટાઓ પણ સોશિયલ મીડિયા પર અપલોડ કરવામાં આવ્યા છે.

આ ફોટામાં લખવામાં આવ્યું છે કે, માં અમે તૈયાર છીએ, ઊંઝા માં ઉમિયાના લક્ષચંડી મહાયજ્ઞમાં પાટીદાર સમાજનું હનન, ખનન, પતન અને રાજકીય અસ્તિત્વતા ખતમ કરવાવાળા એવા અમિત શાહ ન આવવા જોઈએ આવો અનેરો વિરોધ કરવા, AMIT SHAH GO BACK'

આ મિસકોલ અભિયાન 16 ડીસેમ્બરના સાંજે આઠ વાગ્યાથી 17 ડીસેમ્બર રાત્રે 12 વાગ્યા સુધી શરૂ રાખવામાં આવશે. આટલું જ પાટીદારોએ ભાજપના ધારાસભ્ય ડૉક્ટર આશા પટેલના લક્ષચંડી મહાયજ્ઞમાં આમંત્રણ આપતા જાહેરમાં લગાવવમાં આવેલા પોસ્ટરો પણ ફાળી નાંખ્યા હતા. આ વિરોધની વચ્ચે જોવાનું એ રહે છે કે, યજ્ઞ શાંતિથી સંપન્ન થાય છે કે, કેમ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp