દિશાહીન થઇ ગયું છે વિપક્ષનું રાજકારણઃ કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકર

PC: thestatesman.com

કેન્દ્રમાં સત્તારૂઢ ભારતીય જનતા પાર્ટીએ વિપક્ષી દળોના રાજકારણને દિશાહીન ગણાવતા સંસદમાં પાસ થયેલા અમુક અગત્યના બિલોને લઇ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને ફરિયાદ કરવા અંગે પાર્ટીઓને આડે હાથે લીધી છે. ભાજપાએ કહ્યું કે, સંસદમાં બોલવાના પોતાના અધિકારોને છોડીને વિપક્ષી દળો બહાર પ્રદર્શન કરી રહ્યા છે અને ફરિયાદ કરી રહ્યા છે.

કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે વિપક્ષી દળો પર નિશાનો સાધતા કહ્યું કે, જ્યારે શ્રમિકોના કલ્યાણ અને સુરક્ષા માટે શ્રમ સંહિતા સંબંધી ક્રાંતિકારી બિલ પાસ કરવામાં આવી રહ્યું હતું ત્યારે તેમણે સંસદનો બહિષ્કાર કર્યો અને જ્યારે રાજ્યસભામાં કૃષિ સુધાર સંબંધી બિલો પર મત વિભાજન માટે ઉપસભાપતિ હરિવંશ નારાયણ સિંહ તેમને પોતાની સીટ પર બેસવા માટે આગ્રહ કરી રહ્યા હતા તો તેમણે તે વાત સાંભળી જ નહીં.

ગયા રવિવારે કૃષિ સુધારથી સંબંધિત બિલ પાસ થવા દરમિયાન રાજ્યસભામાં વિપક્ષી દળોના રૂખની ટીકા કરતા જાવડેકરે કહ્યું કે, જે રીતે વિપક્ષે રાજ્યસભામાં વર્તન કર્યું, તે શરમનો વિષય છે. તેમણે રાજ્યસભાને શરમમાં મૂકી દીધી.

ભાજપા નેતાએ કહ્યું કે, વિપક્ષને મત વિભાજન જોઈતું હતું પણ તેના માટે ઉપસભાપતિએ તેમને સીટ પર પાછા ફરવા કહ્યું તો તેમણે એવું કર્યું નહીં. હવે તેઓ જઈને ફરિયાદ કરી રહ્યા છે. આ તો ચોરી પર સીનાજોરીનો મામલો છે.

તેમણે કહ્યું કે, વિપક્ષી દળોનું રાજકારણ દિશાહીન થઇ ગયું છે. જ્યારે તેમનો અધિકાર હતો સંસદમાં બેસવાનો, બોલવાનો અને પોતાનો મત આપવાનો તો તે અધિકાર તેમણે છોડી દીધો અને વોકઆઉટ કરી દીધું. સદનની બહાર જઈ પ્રદર્શન કર્યું. રાષ્ટ્રપતિને મળવા ગયા. તેના માટે તો 300 દિવસ છે, જ્યારે સંસદનું સત્ર 70-80 દિવસોનું હોય છે. સદનમાં બોલવા માટે વિપક્ષી દળોને કોઇએ રોક્યા નથી.

કૃષિ બિલને લઇ જાવડેકરે કહ્યું કે, આ બિલોના માધ્યમથી દેશના ખેડૂતોને એક નવું વરદાન મળ્યું છે. વિપક્ષ તરફથી MSP અને કૃષિ ઉત્પાદન સમિતિઓ સમાપ્ત કરવાના વિપક્ષના દાવા પણ ખોટા સાબિત થયા. શ્રમ સુધાર કાયદા અંગે તેમણે કહ્યું કે, આમાં એવા સુધારા છે જેણે દેશના મજૂરોને આઝાદી પછી 73 વર્ષોથી વંચિત રાખ્યા.

તેમણે કહ્યું કે, સૌને ન્યૂનતમ મજૂરી, સૌને નિમણૂક પત્ર, સૌને સમય પર પગાર, પુરુષ મહિલાઓને સમાન વેતન, દરેક મજૂરોનું ફ્રીમાં ચેકઅપ, વર્ષમાં એકવાર ઘર જવા માટે પ્રવાસી શ્રમિકોને ભથ્થું, સૌને ઈએસઆઈની સુવિધાનો સમાવેશ આ શ્રમ સંહિતામાં કરવામાં આવ્યો છે. આ ક્રાંતિકારી પહેલ છે.

જાવડેકરે વિપક્ષી પાર્ટીઓને આડે હાથે લેતા કહ્યું કે, વિપક્ષી દળોએ આ મહત્વપૂર્ણ બિલોને પાસ થવા સમયે સંસદનો બહિષ્કાર કર્યો અને ત્યાર પછી ફરિયાદ કરે છે. જે કામ કરવાનું હતું તે કર્યું નહીં. હવે જઇને દોષ આપી રહ્યા છે. આ ખોટી વાત છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp