પાટીદાર આંદોલનનો અત્યારે નિતિન પટેલને કેમ ઉલ્લેખ કરવો પડ્યો?

PC: youtube.com

ચારણ, રબારી અને માલધારી સમાજના ઉમેદવારો સાથે LRDની ભરતીમાં અન્યાય થયો હોવાના આક્ષેપ સાથે મહિલાઓએ ગાંધીનગરમાં સરકારને સામે આંદોલન કર્યું હતું. આ મહિલાઓના સમર્થનમાં ભાજપના અને કોંગ્રેસના ધારાસભ્યો પણ આવ્યા હતા. ધારાસભ્યોએ મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખીને મહિલાઓને ન્યાય આપવા માટેની માંગણી કરી હતી, ત્યારે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કોંગ્રેસ પર ગંભીર આક્ષેપો કરીને આંકરા પ્રહારો કર્યા હતા.

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, 'મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા આ પ્રશ્નને લઇને સંબંધિત સમાજોની સાથે અને આંદોલનકર્તાઓની સાથે વાટાઘાટ કરી રહ્યા છે. પ્રદિપસિંહ તરફથી રબારી સમાજના આગેવાનોને કહેવામાં આવ્યું છે કે, હાઈકોર્ટનો જ્યાં સુધી ચૂકાદો આવે ત્યાં સુધી તમે રાહ જૂઓ. હાઈકોર્ટ જે ચૂકાદો આપે તે પરથી રાજ્ય સરકાર જરૂરી કાર્યવાહી ચોક્કસથી કરશે.'

તેમને વધુમાં જણાવ્યું હતું કે, 'સ્વાભાવિક છે કે કોંગ્રેસના કેટલાક નેતાઓ કે જે પોતે નિષ્ણાંત વકીલ પણ છે. એમની પાસે સારા ધારાશાસ્ત્રીઓ પણ છે બધી જ માહિતી અને એ બધા પણ કાયદો સમજે છે કે, ક્યા કેટલી થઇ શકે અને ક્યાં કેટલી ન થઇ શક, કયો વર્ગ ક્યાં પરીપત્રનો લાભ મેળવી શકે અને કયો વર્ગ પરીપત્રનો લાભ ન મેળવી શકે. આ બધું જાણતા છતાં પણ કોંગ્રેસવાળા બંને બાજુ જૂદી-જૂદી રીતે ઉશ્કેરણી કરતા હોય તેવું દેખાઈ આવે છે.

એક સમાજને એમ કહે છે કે, તમે માંગણી કરો અને એક સમાજને એમ કહે કે તમે વિરોધ કરો. જે રીતે પાટીદાર આંદોલન વખતે બંને સમાજોમાં અનામત માંગવાવાળાને અને અનામતનો વિરોધ કરવાવાળાને બંને બાજૂ કોંગ્રેસવાળા ઉશ્કેરણી કરતા હતા, તે પ્રમાણે અત્યારે સીધા નહીં તો આડકરતી રીતે કોંગ્રેસના ધારાસભ્યો સંસદ સભ્યો જૂદી-જૂદી રીતે સાચું સમજાવવાના બદલે અથવા મુખ્યમંત્રી પાસે આવીને કાયદાકીય ચર્ચા વિચારણા કરવાના બદલે મેદાનોમાં જઈને, પબ્લિકની વચ્ચે જઈને ઉશ્કેરણી કરે છે.

ખરેખર કોઈ પણને સાચી હકીકત જાણવી હોય કાયદાકીય દલીલ કરવી હોય તો મુખ્યમંત્રી સાથે, કાયદામંત્રી સાથે અથવા સંબંધિત અધિકારીઓ સાથે કોંગ્રેસના ધારાસભ્યો કે, સંસદ સભ્યો છે તે નિવેદનો કરી રહ્યા છે તેમને ચર્ચા કરવી જોઈએ. આમ ચર્ચા વિચારણા દ્વારા આ પ્રશ્નનનું નિરાકણ કરવું જોઈએ. પણ એક તરફી નિવેદન કરવાથી ગુજરાતમાં અશાંતિ થાય તે કેટલાક કોંગ્રેસવાળા ધારાસભ્યો મીડિયામાં અમે જોઈએ રહ્યા છે તેમાં અમને દેખાઈ રહ્યું છે.'

આ ઉપરાંત તેમને વધુમાં જણાવ્યું હતું કે, 'કેટલાક લોકો પોતાની જવાબદારી ઓછી કરવા માટે મેં તો ભલામણ કરી દીધી અને હવે મારે કઈ કરવાનું રહેતું નથી તેમ કરીને પોતાની જવાબદારીમાંથી મુક્ત થવા માટે પ્રયત્ન કરતા હોય તેવું દેખાય છે.'

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp