કુંવરજી બાવળીયાથી મારા કદને કોઈ ફરક પડશે નહીંઃ પુરુષોત્તમ સોલંકી

PC: zeenews.com

ગાંધીનગરમાં મંત્રી પુરુષોત્તમ સોલંકીની આગેવાનીમાં કોળી સમાજના આગેવાનોની બેઠકનુ આયોજન કરવામાં આવ્યું છે. બેઠક પહેલા મંત્રી પુરુષોત્તમ સોલંકીએ એક મહત્ત્વનું નિવેદન આપ્યું હતું અને તેમને જણાવ્યું હતું કે, કોળી સમાજનું ઘણું મહત્ત્વ છે અને કોઈ પણ કોળી સમાજની અવગણના કરી ન શકે. તેમણે એવું પણ જણાવ્યું હતું કે, મારી રાજકીય બાદબાકી કરવી કોઈના વશમાં નથી.

પુરુષોત્તમ સોલંકીએ ગાંધીનગરમાં મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, આજે કોળી સમાજના આગેવાનોને બોલાવ્યા છે. ટ્રસ્ટી મંડળમાં કેટલા સભ્યોના અવસાન થયા છે અને તેમની ખાલી જગ્યા ઉપર હીરા સોલંકી સહિતના નવા સભ્યોને લેવાના છે. એટલા માટે અતિ મહત્ત્વની બેઠક કોળી સમાજના આગેવાનોની ગાંધીનગરમાં બોલાવવામાં આવી છે.

બેઠકની રણનીતિ બાબતે તેમણે જણાવ્યું હતું કે, આ બેઠકમાં રણનીતિનો કોઈ સવાલ નથી. બેઠકમાં જો કોઈ રાજનીતિ બાબતે ચર્ચા કરવાની હોત તો હું મીડિયા સમક્ષ પહેલાં કહી દેત અને એ પ્રમાણે બધાને બોલાવવામાં આવત પરંતુ એવું કઈ નથી. આ બેઠક સમાજ બાબતેની છે અને આ બેઠકમાં સમાજના ટ્રસ્ટીઓ સિવાય બીજા કોઈ મુદ્દા નથી.

આ ઉપરાંત મંત્રીમંડળમાંથી પુરુષોત્તમ સોલંકીને પડતા મૂકી શકાય તે બાબતે તેમણે જણાવ્યું હતું કે, આવી કોઈ વાત નથી મારી નાદુરસ્ત તબિયતના કારણે પડતો મૂકવો હોત તો મંત્રીમંડળમાંથી ક્યારેનો પડતો મૂકવામાં આવ્યો હોત. મેં પાર્ટી માટે ઘણું કર્યું છે અને મને વિશ્વાસ છે કે, મંત્રીમંડળમાંથી પડતા મૂકવાની કોઈ વાત નથી. આ વાત હશે તો કોળી સમાજને વિચાર કરવાનો છે.

આ ઉપરાંત કુંવરજી બાવળિયાના કારણે તેમનું કદ ઘટવા બાબતે તેમને જણાવ્યું હતું કે, કુંવરજી બાવળિયા સમાજ માટે કામ કરતા હશે તેવું મને વિશ્વાસ છે અને તેમનાથી મારા કદને કોઈ ફેર નહીં પડે.

આ ઉપરાંત કોળી સમાજના આગેવાનોએ એવું જણાવ્યું હતું કે, કોળી સમાજનો માત્ર રાજકીય રીતે ઉપયોગ થાય તે કોઈ પણ પ્રકારના સંજોગોમાં ચલાવી લેવામાં આવશે નહીં. કોળી સમાજના વિદ્યાર્થીઓના ભવિષ્યનો પણ વિચાર કરવો પડશે. આજની બેઠકમાં નવા ટ્રસ્ટીઓને સામેલ કરીને 15 વર્ષથી જે રાજકીય દાવપેચ સમાજમાં ચાલી રહ્યા છે તેને ખતમ કરવા માટે આ બેઠક બોલાવવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp