કોંગ્રેસના ધારાસભ્યો જ ગૃહની રણનીતિ લીક કરતા હોવાનો આ કોંગ્રેસના MLAનો આક્ષેપ

PC: dainikbhaskar.com

આજથી ગુજરાતની વિધાનસભામાં બજેટ સત્રની શરૂઆત થઇ છે. બજેટ સત્રની શરૂઆત થાય પછી એક દિવસ પહેલા એટલે કે 25 ફેબ્રુઆરીના રોજ ભાજપ અને કોંગ્રેસના ધારાભ્યોની બેઠક મળી હતી. મંગળવારે સાંજે પાંચ વાગ્યે વિધાનસભાના સંકુલમાં ભાજપના ધારસભ્યોની બેઠક મળી હતી અને સાંજે 5:30 વાગ્યે ગાંધીનગર સર્કીટહાઉસ ખાતે કોંગ્રેસના ધારાસભ્યોની બેઠક મળી હતી.

સુત્રોના જણાવ્યા અનુસાર કોંગ્રેસની બેઠક દરમિયાન કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે મુદ્દો રજૂ કર્યો હતો કે, આપણા ધારાસભ્યો જ ભાજપ સરકારને અને મંત્રીઓને પક્ષની રણનીતિ વિધાનસભા ગૃહમાં કઈ હશે તે પહોંચાડે છે. ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખના આ આક્ષેપોને ધારાસભ્ય અશ્વિન કોટવાલ અને ધારાસભ્ય બળદેવજી ઠાકોરે ટેકો આપ્યો હતો. ધારાસભ્યનું કહેવું છે કે, પક્ષના ધારસભ્યો જ કોંગ્રેસ પક્ષની રણનીતિ શાસક પક્ષ આગળ ખુલ્લી પાડી દે છે. આથી સરકાર અગાઉથી સાવધ થઈ જાય છે. આવું ન થાય તે માટે ધારાસભ્યોએ પક્ષના ટોચના નેતાઓને ટકોર પણ કરી હતી.

બીજી તરફ બજેટને લઇને કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ સરકાર પર આક્ષેપો કર્યા હતા કે, રાજ્યની જનતા સરકારની પાસે અપેક્ષા રાખીને બેઠી છે કે, કેન્દ્રની જેવું ખાલી જુમલા વાળું બજેટ ન આવે.

સાચા અર્થમાં મોંઘવારીમાંથી રાહત મળે, રોજગારીની તકો ઉભી થાય, ધંધા રોજગારમાં પ્રગતિ થાય, ખેડૂતો આર્થિક સમૃદ્ધ થાય, શિક્ષણ અને આરોગ્ય માટે જે બજેટની જરૂરીયાત છે તેવું બજેટ આવે, તેવી લોકો અપેક્ષા રાખીને બેઠા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp