ભાજપના નેતાએ કહ્યું દેશમાં મંદી હોય તો ચાલશે પણ મંદબુદ્ધિ નહીં

PC: Khabarchhe.com

આજે હું જે કાંઈ પણ છું તે ગૌમાતાની કૃપાના કારણે જ છું અને આથી જ આજે હું સુરત ખાતે આવેલ શ્રી કામધેનું રૂપરજત ગૌશાળામાં ગૌમાતાના દર્શન કરવા, ગૌમાતાના આશીર્વાદ લેવા અને ખાસ કરીને આ ગૌશાળામાં આવેલ ગૌમાતાની સમાધિના દર્શન કરવા માટે આવ્યો છું તેમ સુરત આવેલા ફિલ્મ અભિનેતા અને પ્રખ્યાત કોમેડિયન કલાકાર, સ્વચ્છ ભારતના બ્રાન્ડ એમ્બેસેડર અને ફિલ્મ વિકાસ પરિષદના ચેરમેન રાજુ શ્રીવાસ્તવે જણાવ્યું હતું.ગૌશાળા ખાતે ઉપસ્થિત પત્રકારમિત્રોને સંબોધન કરતાં ભાજપા નેતાશ્રી રાજુ શ્રીવાસ્તવે જણાવ્યું કે, હું પણ ગૌસેવક છું અને આજે હું જે કાંઇ પણ છું તે ગૌમાતાની કૃપાના કારણે છું. મંદી અંગે પૂછાયેલા સવાલના જવાબમાં રાજુ શ્રીવાસ્તવે જણાવ્યું કે, દેશમાં મંદી નથી તેમ છતાંય જો મંદી હોય તો ચાલશે પણ મંદબુદ્ધિ નહીં.

મોબ્લિચિંગ ની નાનકડી ઘટનામાં એવોર્ડ વાપસી કરનારા આજે ક્યાં છે ? જ્યારે RSS ના એક કાર્યકર્તાની હત્યા કરી નાખવામાં આવી છે આ બાબતે પૂછાયેલા સવાલના જવાબમાં રાજુ શ્રીવાસ્તવે જણાવ્યું કે, દેશમાં હજી પણ એવાં ગદ્દારો છે કે જેઓ ખાય છે દેશનું અને ગાઈ છે દુશ્મન દેશનું. જોકે હવે ગૃહમંત્રી અમિતભાઇ શાહે દેશમાં રહેલાં આવા ગદ્દારોને શોધી શોધીને દેશમાંથી બહાર કાઢવાની જે ઝૂંબેશ ઉપાડી છે તે કાબિલે તારીફ છે.

પશ્ચિમ બંગાળ થી તેની શરૂઆત થઈ ગઈ છે. કેટલાક વિરોધીઓ તો કોઈ નેતા કે તેની નીતિનો વિરોધ કરતાં કરતાં ક્યારે દેશના વિરોધી બની જાય છે તેનું પણ ઘણી વખત તેઓને ભાન નથી હોતું. નેતા કે નીતિનો વિરોધ ચાલશે પરંતુ દેશનો વિરોધ ક્યારેય ચલાવી લેવામાં નહીં આવે. રાષ્ટ્ર ધ્વજ નું અપમાન કરનારાઓને સાખી લેવામાં નહીં આવે. રીલ લાઈફમાં મોટી મોટી વાતો કરનારા કેટલાક કલાકારો રીયલ લાઈફમાં તેનું અનુસરણ કરે તે ખૂબ જરૂરી છે કારણકે "યહ પબ્લિક હૈ, યહ સબ જાનતી હૈ"

મહારાષ્ટ્ર અને હરિયાણા વિધાસભાની ચાલી રહેલી ચૂંટણી અંગે રાજુ શ્રીવાસ્તવે જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીની નેશન ફર્સ્ટ ની નીતિને આ દેશની જનતાએ અપનાવી લીધી છે અને એના કારણે જ આજે સૌ નેશન માટે વોટ કરી રહયા છે. આથી મહારાષ્ટ્ર અને હરિયાણામાં ભારતીય જનતા પાર્ટી ફરીવાર ભારે બહુમતી સાથે સત્તા પર આવશે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp