ભારત બચાવો રેલીમાં રાહુલનો હુંકારઃ મારું નામ રાહુલ સાવરકર નથી, મરી જઇશ પણ...

PC: khabarindiatv.com

કોંગ્રેસ પાર્ટીની આજે દિલ્હીના રામલીલા મેદાનમાં ભારત બચાવો રેલી ચાલી રહી છે, ત્યારે કોંગ્રેસના તમામ નેતાઓએ મોદી સરકારની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢી હતી, જેમાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી પર આકરા શાબ્દિક પ્રહારો કર્યા હતા. તેમણે રેલીમાં કહ્યું હતું કે,  આટલા નાના મેદાનમાં આટલા બધા બબ્બર શેર અને શેરનિયા ક્યાંથી આવ્યા. અમારા કોંગ્રેસના કાર્યકર્તા કોઇનાથી નથી ડરતા. એક ઇંચ પાછળ નથી હટતા. દેશ માટે પોતાનો જીવ આપવાથી નથી ડરતા. એ લોકોએ મને કહ્યું મારે માફી માગવી જોઇએ.

હું માફી માગું. મારું નામ રાહુલ સાવરકર નથી, મારું નામ રાહુલ ગાંધી છે. હું મરી જઇશ પણ માફી નહીં માગું. માફી નરેન્દ્ર મોદીને માગવાની છે. મોદીને દેશથી માફી માગવાની છે. અમિત શાહને દેશથી માફી માગવાની છે. કેમ માગવાની છે, તે જણાવવા હું આજે આવ્યું છું. આ દેશની આત્મા આ દેશની શક્તિ તેની અર્થવ્યવસ્થા હતી. આખી દુનિયા જોતી હતી કે ઇન્ડિયામાં શું થઇ રહ્યું છે.

રાહુલે કહ્યું હતું કે, વિશ્વનું ભવિષ્ય ચીન અને ભારત હતું અને આજે તેઓ ડુંગળી પકડી રહ્યા છે. ભારતની અર્થવ્યવસ્થા ખુદ મોદીએ નાશ કરી દીધી છે. તમને યાદ હશે કે રાત્રે આઠ વાગ્યે, ટીવી પર આવીને કહ્યું હતું કે, ભાઈઓ-બહેનો… નરેન્દ્ર મોદીએ એવી ઇજા પહોંચાડી કે આજદિન સુધી થયેલું નુકસાન ઠીક નથી થયું. તમને ખોટું બોલે છે કે કાળા નાણાં સામે લડત છે, ભ્રષ્ટાચારને ખતમ કરવાનો છે.  તમારા ખિસ્સામાંથી તેમણે પૈસા કાઢીને અંબાણી અને અદાણીને આપી દીધા. તે પછી ગબ્બરસિંહ ટેક્સ.

મનમોહન સિંહ અને પી.ચિદમ્બરમે કહ્યું હતું કે તમે GSTને પાયલટ પ્રોજેક્ટ વિના અમલ નહીં કરતા, પરંતુ તેઓએ ના કહ્યું અને તેઓએ રાત્રે 12 વાગ્યે ગબ્બરસિંહ ટેક્સ લાગૂ કરી દીધો, જે GDP ગ્રોથ 9 ટકા થતો હતો તે આજે 4 ટકા બની ગયો છે.

આ રેલીનો મુખ્ય ઉદ્દેશ આર્થિક મંદી, ખેડૂત વિરોધી નીતિઓ, મહિલાઓ વિરુદ્ધ હિંસા, બેરોજગારી અને સંવિધાન પર હુમલો થઇ રહ્યો છે, તેનો વિરોધ કરવાનો છે. આ રેલીમાં કોંગ્રેસના અંતરિમ અધ્યક્ષ સોનિયા ગાંધી, અહમદ પટેલ, પૂર્વ PM મનમોહન સિંહ, પ્રિયંકા ગાંધી, અશોક ગેહલોત સહિત અનેક કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp