માતા માટે યોગ્ય વરરાજા શોધી રહ્યો છે આ યુવક, રાખી આ શરતો

PC: intoday.in

એકલતામાં જીવન પસાર કરી રહેલી માતા માટે યોગ્ય વરરાજાની શોધ કરી રહ્યો છે એક યુવક. જેણે હાલમાં જ ફેસબુક પર એક પોસ્ટ શેર કરી છે. તેની આ પોસ્ટ ઝડપથી વાયરલ થઈ રહી છે. પશ્ચિમ બંગાળના હુગલી જિલ્લાની ફ્રેંચ કૉલોનીમાં રહેતા ગૌરવ અધિકારીએ ફેસબુક પોસ્ટમાં પોતાની 45 વર્ષની વિધવા માતા માટે વરરાજા શોધવાની વાત કરી છે. 10 નવેમ્બરે લખેલી આ પોસ્ટને 3400થી વધુવાર શેર કરવામાં આવી છે.

ગૌરવે જણાવ્યું કે, તેના પિતાનું 5 વર્ષ પહેલા જ નિધન થઈ ગયું હતું. ત્યાર બાદ 45 વર્ષની તેના માતા ઘરમાં એકલી રહે છે. ગૌરવ તેના માતા-પિતાની એકમાત્ર સંતાન છે. જે નોકરી માટે વહેલી સવારે નીકળી જાય છે અને રાતે ઘરે આવે છે.

ગૌરવનું કહેવું છે કે, તેણે ફેસબુક પોસ્ટ લખતા પહેલા તેની માતા સાથે વાત કરી હતી. ગૌરવે લખ્યું હતું, મારી માતાનું નામ ડોલા અધિકારી છે. હું મોટે ભાગે ઘરની બહાર રહું છું. માટે ઘરે મારી માતા એકલી પડી જાય છે. હું મારી માતા માટે એક પાર્ટનરને શોધી રહ્યો છું.

ગૌરવે કહ્યું, તેની માતાને પુસ્તકો વાંચવા અને ગીતા સાંભળવા ઘણાં પસંદ છે. પણ પુસ્તકો અને ગીતો એક સાથીની જગ્યા પૂરી શકે નહિ. તેણે લખ્યું, એકલતામાં જીવન પસાર કરવાના સ્થાને સારી રીતે જીવન પસાર કરવું જરૂરી છે.

এটা কোন গা ভাসানো ট্রেন্ড নয়.. এটা আমার মনের ইচ্ছে মা কে নতুন জীবন দেওয়ার... আমি কালকেই বলেছিলাম একটা সিদ্ধান্তের কথা...

Posted by গৌরব অধিকারী on Saturday, 9 November 2019

ગૌરવે ફેસબુક પોસ્ટમાં માતાના ભાવિ સાથી માટે શરતો પણ લખી છે. તેણે લખ્યું, ભાવિ વરે આત્મનિર્ભર રહેવું જરૂરી છે. તેણે એવું પણ લખ્યું કે, લોકો મારી પર હસી શકે છે, પણ તેનાથી મારો નિર્ણય બદલાશે નહિ. ગૌરવે કહ્યું, પોસ્ટ કર્યા પછી ડૉક્ટર, ઈજનેર, શિક્ષક સહિત ઘણાં લોકોએ ફોન કરીને લગ્નની ઈચ્છા વ્યક્ત કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp