પોર્ન જોનારાઓની પસંદગી બદલાઇ, આ વસ્તુ થઇ રહી છે સૌથી વધારે સર્ચ

PC: tosshub.com

વર્ષના છેલ્લા મહિનામાં આપણે જાણીએ છીએ કે આપણું આખું વર્ષ કેવું હતું. લોકોને આ વર્ષે સૌથી વધુ શું ગમ્યું? કઈ બાબતોને નકારી કાઢવામાં આવી અને કઈ વસ્તુઓ વર્ષ દરમિયાન ટ્રેન્ડમાં રહી હતી. આખા વર્ષના હિસાબો જોવા માટે વિવિધ પ્રકારના સર્વેક્ષણ કરવામાં આવે છે. પોર્નહબ પણ આમાં સામેલ છે. એડલ્ટ સાઇટ પોર્નહબ પણ 2019 માટે એક સર્વે કરી ચૂકી છે. સર્વેક્ષણ દ્વારા એ જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો કે આખા વર્ષ દરમિયાન કેટલા લોકો તેમની સાઇટની મુલાકાત લે છે અને લોકોને વધુ જોવાનું શું ગમે છે.
2019 પોર્નહબના સર્વે ડેટામાં આશ્ચર્યજનક આંકડા સામે આવ્યા છે. સર્વેક્ષણમાં બહાર આવ્યું છે કે આ વર્ષે લોકોએ સાઇટ પર વધુ રિયલ પોર્ન શોધ્યું, ખાસ કરીને રિયલ લોકો અને રિયલ સેક્સ.

2019 ના સર્વેક્ષણ ડેટા દર્શાવે છે કે એક વર્ષમાં 42 અબજથી વધુ લોકો આ એડલ્ટ સાઇટની મુલાકાત લેતા હતા, જેમાંથી લગભગ 1.15 કરોડ લોકોએ દરરોજ સાઇટની મુલાકાત લીધી હતી. આ વર્ષે વધુ અને વધુ લોકો આ સાઇટ પર આવ્યા હતા, પરંતુ દર વર્ષની જેમ લોકોએ પણ 2019 માં કંઇક અલગ વસ્તુને સર્ચ કર્યું. આ વર્ષ પોર્નહબ માટે પણ ખાસ હતું કારણ કે આ વર્ષે લગભગ 39 અબજ લોકોએ સાઇટની મુલાકાત લીધી હતી અને સર્ચ વિકલ્પ પસંદ કર્યો હતો, જ્યારે ગયા વર્ષે આ આંકડો 8 અબજની આસપાસ હતો.

પરંતુ સવાલ એ છે કે ઘણા લોકો વેબસાઇટ પર શું સર્ચ કરે છે? આ વખતે નંબર વન સર્ચ શબ્દ હતો 'રિયલ સેક્સ કરનારા રિયલ લોકો'. આ ઉપરાંત એવા લોકોએ પણ વેબસાઇટની મુલાકાત લીધી હતી અને એલિયન સેક્સને પણ સર્ચ કર્યું હતું. આ વાત પરથી એક તાત્પર્ય નીકળે સેક્સને લઇને લોકોની ફેન્ટસી બદલાઇ રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp