નેવી ઓફિસરની પત્નીએ દોઢ મિનિટમાં પકડી લીધો અજગર, જુઓ વીડિયો

PC: timesnownews.com

સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. એક મહિલા 20 કિલોના અજગરે જીવતો પકડી લે છે. 1 મિનિટના આ વીડિયોને ટ્વીટર પર મોટા પ્રમાણમાં શેર કરવામાં આવી રહ્યો છે. યૂઝર હરિંદર સિક્કાએ આ વીડિયો શેર કર્યો હતો. જેને અત્યાર સુધીમાં 23 હજારથી વધારે વ્યૂ મળી ચૂક્યા છે.

વીડિયો શેર કરતા યૂઝરે લખ્યું, 20 કિલોના આ અજગરને નૌસેનાના એક વરિષ્ઠ અધિકારીની પત્ની વિદ્યા રાજૂએ જીવતો પકડ્યો હતો. અજગરને ઈરેનાકુલમ શહેરની એક કોલોનીમાં જોવામાં આવ્યો હતો. અજગર વૃક્ષની નીચે એક નાના ઘાંસના મેદાનમાં છુપાઈને બેઠો હતો. વિદ્યાએ અજગરનું ગળુ અને પૂંછડી પકડી લીધી હતી.

વિદ્યાની સાથે એક મહિલા અને નૌસેનાના અન્ય ત્રણ અધિકારીઓ પણ મોજૂદ હતા. વિદ્યા અજગરને બેગમાં નાખતા સમયે તેને બચ્ચા બચ્ચા કહીને બોલાવી રહી હતી. ટ્વીટર પર તેની ખૂબ પ્રશંસા થઈ રહી છે.

કંઈક આ રીતના હતા લોકોના રિએક્શન.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp