પબ્લિક પ્લેસ પર સુ...સુ...કરતા હતા લોકો, તંત્રએ અપનાવ્યો આવો આઈડિયા

PC: twimg.com

જાહેરમાં પેશાબ કરતા અનેક લોકો સામે આસપાસના વેપારીઓ અને રહેવાસીઓની ફરિયાદ હશે. જેની સામે અનેક રજૂઆત પણ થઈ હશે. પરંતુ, બેંગ્લુરુ નગર નિગમે એક એવો ઉપાય શોધી કાઢ્યો છે. જે અમલમાં મૂકતા જ આ સમસ્યા સામે રાતોરાત પરિણામ સામે આવ્યું છે. આ પ્રયોગનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. નગર નિગમની અનેક દિવાલ પર લોકો પેશાબ કરી જતા હતા. અનેક વખત તેની સાફસફાઈ અને દિવાલ પર નોટિસ માર્યા બાદ પણ સ્થિતિમાં સુધારો થતો ન હતો.

નગર નિગમે એ તમામ દિવાલ પર મોટા મોટા અરિસા લગાવી દીધા જ્યાં મોટી સંખ્યામાં લોકો પેશાબ કરી રહ્યા હતા. એટલે જે વ્યક્તિ આ જગ્યાએ પેશાબ કરવા માટે ઊભો રહે તે બીજા અનેક લોકોને સુ...સુ.. કરતો જોવા મળે. જેથી શરમનો માર્યો વ્યક્તિ ત્યાંથી દૂર પી કરવા માટે જતો રહેશે. નગર નિગમના આ પ્રકારના દેશી જુગાડની સર્વત્ર વાહ વાહ થઈ રહી છે. સોશિયલ મીડિયામાં પણ તેના ફોટો ફોરવર્ડ થઈ રહ્યા છે. આવનારા દિવસોમાં દેશના બીજા પણ શહેર આ અભિગમ અપનાવીને દિવાલ અને પબ્લિક પ્લેસનું રક્ષણ કરી શકશે.

 

બેંગ્લુરુ મહાનગર પાલિકાને દિવાલ પર પેશાબ કરતા લોકો સામે અનેક વખત ફરિયાદ મળી હતી. બીજી તરફ સ્વચ્છતા સર્વેક્ષણમાં પણ શહેરનો રેન્ક સુધારવા માટેનો પડકાર હતો. એવામાં આ પ્રકારનો પ્રયોગ આવી સમસ્યામાંથી બાહર આવવાનો ઉકેલ સાબિત થયો છે. નગરપાલિકા કમિશનર બી.એચ. અનિલકુમારે જણાવ્યું હતું કે, બોર્ડમાં આ યોજનાને લઈને અનેક લોકો સહમત થયા હતા. જે અસરકારક સાબિત થયા છે. અરિસા પર QR કોડ પણ લગાવાયા છે. જે સ્કેન કરતા લોકોને ખ્યાલ આવશે કે, નજીકમાં શૌચાલય ક્યાં છે. પ્રથમ તબક્કામાં કે.આર. માર્કેટ, બાલેકુનદ્રી સર્કલ, ઈન્દિરા નગર, કોરમંગલાના જ્યોતિ નિવાસ કૉલેજ અને ચર્ચ સ્ટ્રીટ પર અરિસા લગાવાયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp