Facebook પર પ્રેમ થઈ જતા નાનાએ તેની 15 મહિનાના પૌત્રનું કર્યું અપહરણ

PC: financialexpress.com

યુપીની પ્રયાગરાજ પોલીસે બાળકના અપહરણના એક સનસની ભર્યા કેસનો ઉકેલ લાવી દીધો છે. કળિયુગમાં લોકોની બુદ્ધ સાચેમા ભ્રષ્ટ થઈ ગઈ હોય તે આ ઘટના જાણવા પરથી તમને ચોક્કસથી લાગશે. કેરલી થાણા ક્ષેત્રમાં બે દિવસ પહેલા એક માસૂમનું અપહરણ કરવામાં આવ્યું હતું. અપહરણનો આરોપ તેના નાનાજી પર કરવામાં આવ્યો હતો.

નાનાજી પર આરોપ હતો કે તેમણે તેમની Facebook પરની પ્રેમિકા માટે પોતાના 15 મહિનાના પૌત્રનું અપહરણ કર્યું હતું. બે દિવસ પહેલા આ બાળકનું અપહરણ કરવામાં આવ્યું હતું પરંતુ પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓએ બાળકને સહસલામત રીતે તેના માતાપિતાને પહોંચાડ્યુ હતુ અને આરોપી એવા નાનાજી અને તેના સાથીની ધરપકડ કરી હતી.

વાત કંઈક એવી છે કે આરોપી નાના સાઉદી અરબમાં રહેતા હતા અને તે દરમિયાન Facebook દ્વારા દોસ્તી કરવામાં આવેલી એક છોકરી સાથે પ્રેમ થઈ ગયો હતો. પહેલેથી લગ્ન કરેલા હોવા છત્તા તેમણે  છોકરીને પોતાની સાથે લગ્ન કરવા માટે મનાવી લીધી હતી. આ દરમિયાન તે ભારત આવ્યા હતા અને તેમણે પોતાના ભત્રીજા સલમાનને છોકરીને ત્યાં લગ્નનો પ્રસ્તાવ લઈને મોકલયો હતો. પરંતુ તેમના ભત્રીજા અને છોકરી વચ્ચે મિત્રતા થઈ ગઈ હતી. આ ઘટના પછી છોકરીએ નાનાજી સાથે પોતાની દૂરી બનાવી લીધી. જેનાથી નારાજ થયેલા નાનાજીએ પોતાના ભત્રીજા સલમાન પાસેથી બદલો લેવાનું વિચાર્યું. તેમણે સલમાનના 15 મહિનાના ભત્રીજા જિયાનનું 22 સપ્ટેમ્બરના રોજ અપહરણ કર્યું હતું અને સલમાનને ફોન કરી તેમની Facebook ફ્રેન્ડને પાછી કરવાની માંગણી કરી હતી.

બાળકના અપહરણની જાણ થતા જ બાળકના પિતા મન્સૂર અલીએ પોલીસમાં બાળકના અપહરણની રિપોર્ટ નોંધાવી હતી. જેના પછી પોલીસની ટીમ અને ક્રાઈમ બ્રાન્ચની મદદથી 48 કલાકની અંદર બાળકન સહીસલામત પિતાને સોંપવામાં આવ્યું હતું. પોલીસે મુખ્ય અપહરણકર્તા નાનાજી અને તેમના સાથીદારની ધરપકડ કરી લીધી છે. આરોપી નાના પોતાના ભત્રીજાથી બદલો લેવા માંગતા હતા. નાનાજીએ સલમાનને પોતાની પસંદગીની છોકરી અંગે વાત કરી હતી અને તેને કહ્યું હતું કે તું એને મળ અને તેની સાથે વાતચીત કર. સલમાનની છોકરી સાથેની વાતચીતમાં તેની સાથે મિત્રતા થઈ ગઈ હતી. અને પછી સલમાન અને છોકરી એકબીજા સાથે રહેવા લાગ્યા હતા.

પરંતુ જ્યારે નાનાજીને આ વાતની ખબર પડતા તેમણે પોતાની સાથે કપટ થયો હોવાનું લાગતા તેણે બાળકનું અપહરણ કરીને ધમકી આપી હતી કે જો સલમાન તેમની પ્રેમિકાને નહીં છોડશે તો તે બાળકની હત્યા કરી દેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp